________________
ધર્મશાળાઓ લઈ જવાનું અહીંના કાર્યવાહકે ધારે છે. પુસ્તકાલય દેશસર આવવા-જવાના રસ્તા ઉપર જ અને નીચેના મકાનમાં કાયમ ખાતે રાખવામાં આવે તે તેને લાભ વધારે પ્રમાણમાં લેકે લઈ શકે, માટે તેવી વ્યવસ્થા થવાની જરૂર છે. ચબૂતર
આ કંપાઉંડના મુખ્ય દરવાજામાં પેસતાં ડાબી બાજુમાં મેટું દલાણ (ઓશરી) છે તેના છેડા પાસે કબૂતર વગેરે પંખીઓ માટે ચબૂત બને છે. તેમાં પક્ષીઓ માટે કારખાના તરફથી હંમેશાં અનાજ નંખાય છે.
નગારખાનું
ટાંકાવાળી ધર્મશાળાની પાસે બહાર શેરીમાં જવાની જૂની બારી (ડેલી) છે, તેના ઉપર વિ. સં. ૧૮૬૭ની સાલમાં નગારખાના માટે મકાન બનાવેલું છે, જ્યાં હંમેશાં નિયમિત રીતે ચોઘડિયાં વાગે છે. જૈન ભેજનશાળા
જગપ્રસિદ્ધ શાસવિશારદ જૈનાચાર્ય શ્રીમાન વિજયધર્મસૂરિજી મહારાજશ્રીના શિષ્યરત્ન શ્રીમાન વિજયભક્તિસૂરિજી મહારાજશ્રીના સદુપદેશ અને પ્રેરણાથી, રાધનપુર અને શંખેશ્વરની આસપાસનાં કેટલાંક ગામોના ભાવિક જૈન ગૃહસ્થાએ આ કામ હાથમાં લઈને જૈન યાત્રાળુઓની સગવડ માટે, સં. ૧૯૮૦ના માગશર વદિ ૧૦ને દિવસે, અહીં એક જૈન ભેજનશાળા ખુલ્લી મૂકી હતી અને તે બજારના રસ્તા ઉપર આવેલી અને જેના કારખાનાના તાબાની રાધનપુરવાળા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org