SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ યાત્રા ચોમાસુ કર્યું હતું (ર૦ ૩૭). ' (૩) શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજના બીજા પટ્ટધર શ્રી વિજયતિલકસૂરિજી મહારાજના પટ્ટધર શ્રી વિજ્યાનંદસૂરિજીએ (સં. ૧૬૭૬માં સૂરિપદ) આ તીર્થની આનંદપૂર્વક પાંચ વાર યાત્રા કરી હતી. (૪) શ્રી પુણ્યકલશ ઉપાધ્યાયે વિ. સં. ૧૭૦૮ના માગશર વદિ ૧૨ને દિવસે આ તીર્થની યાત્રા કરી હતી (તે) ૧૧૩). (૫) મહામહોપાધ્યાય શ્રીમાન યશવિજ્યજી મહારાજ આ તીર્થ પર અતિ ભક્તિ ધરાવતા હતા અને તેઓ સપરિવાર આ તીર્થની યાત્રા કરવા અહીં પધાર્યા હતા. (૬) ઉપાધ્યાય શ્રી લાવણ્યવિજયજીના શિષ્ય શ્રી નિત્યવિજયજીએ સં. ૧૭૪૫ના શ્રાવણ વદિ ૧૩ને દિવસે આ તીર્થની યાત્રા કરી હતી (તે ૪૬). (૭) પં. વિનયકુશલશિષ્ય, પં. કીર્તિકુશલશિષ્ય, પં. જ્ઞાનકુશલ વગેરેએ બહુ દૂર દેશથી આવીને, આ તીર્થની યાત્રા કરી હતી (સ્ત. ૧૩૯). (૮) પં. શ્રી ઉત્તમવિજયજીના શિષ્ય. પં. શ્રી પદ્રવિજયજી ગણીએ આ તીર્થની ૨૧ વાર પ્રેમપૂર્વક યાત્રા કરી હતી (તે ૧૪૨). (૯) શ્રી પુણ્યસૂરિજીના શિષ્ય શ્રી મોતીસાગરજીએ ચૈત્રી પૂનમે આ તીર્થની યાત્રા કરી હતી તે દ૬). ગૃહસ્થ (૧) વિ. સં. ૧૩૦૮માં મહામંત્રી તેજપાલ પિતાના શ્રી ૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005466
Book TitleSankheshwar Mahatirth
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1976
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy