________________
DE
thiriy
27
શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા
છે આ સંસ્થાને પિતાને ગૌરવભર્યો ઇતિહાસ છે. આ સંસ્થાએ પોતાના જ્ઞાનભર્યા ગ્રંથો દ્વારા ભારતના જૈન-જૈનેતર વિદ્વાનોમાં અને ભારત બહારના જર્મની, ઈટાલી, અમેરિકા, ઈંગ્લેન્ડ વગેરે દેશોના વિદ્વાનોમાં ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ ને દર્શનોને અદભુત પ્રચાર કર્યો છે. છેલ્લે છેલે તીર્થસાહિત્યના પ્રચાર દ્વારા એણે પોતાની પવિત્ર પરંપરા જાળવી રાખી છે.
આ સંસ્થાના સ્થાપક નવયુગ પ્રવર્તક શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી હતા. તેઓના સુશિષ્યોમાં ભારત, ભારત બહારના યુરોપીયન જૈન-જૈનેતર વિદ્વાન હતા. તેઓ માત્ર વ્યકિતરૂપ નહાતા : સંસ્થા સ્વરૂપ હતા. તેઓના અવસાન બાદ આ સંસ્થા ઢીલી પડી હતી. તેને પુનરોદ્વાર સગત સૂરિજીના પવિત્ર ચારિત્ર્યનિધિ વિદ્વાન શિષ્ય મુનિરાજ શ્રી જયંતવિજયજીના હાથે-થે હતે. ને ગુરુના પગલે ચાલી મુનિરાજ શ્રી વિશાલવિજયજીએ આ સંસ્થાને પોતાની કરીને આ જ્ઞાન દીપકને અજવા હતે. સ્વ. મુનિરાજ શ્રી વિજયાનંદવિજયજીએ પણ આ માટે યથાશક્ય પ્રયાસ કર્યા હતા.
આ સંસ્થાને સ્થિર કરવા પુનરોદ્ધારક શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જયંત વિજયજીએ પિતાની હયાતિમાં એક કાર્યક્ષમ સમિતિ નીમી તેને સુપ્રત કરી હતી, ને આ કમિટિએ જાણતા જાદુગર શ્રી કે. લાલની કિમતી મદદ દ્વારા આ સંસ્થાને પગભર કરી હતી. પં. હરગોવનદાસ ત્રિ. શાહનાં પત્ની સુભદ્રાબેને “પાઈએ સદ્ મહણ” સંસ્થાને ભેટ આપીને શેઠ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના નિયામક શ્રી દલસુખભાઈ એ પ્રાકૃત સેસાયટી દ્વારા તેને પ્રગટ કરાવી જે મદદ કરી, તે અપૂર્વ છે. એ અને એવી બીજી અમૂલ્ય સહાયથી આ સંસ્થા સુંદર કાર્ય કરી રહી છે. - સ્વ. મહાન સૂરિજીના એક માત્ર સ્મારક તરીકે આ જ્ઞાનદીપિકા જેવી સંસ્થા આજે પોતાને પકાશ વેરી રહી છે. દશેક વર્ષથી શ્રી અને પચંદ ગોવિંદજી ટ્રસ્ટ તરફથી એક વાચનાલય પણ સંસ્થાના કાર્યાલયમાં ચાલે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org