________________
થી અલિતંદન સ્વામીનું સ્તવન
નિજસ્વરૂપને ઓળખીને, અવલંબે સ્વરૂપ, ચિદાનંદ ઘન આતમ તે, થાયે જિન ગુણ ભૂપ. તુહે. ૭. વાણીથી જિન ઉત્તમ કેરા, અવલંબે પદ પવા, નીમા તે પરભાવ તજીને, પામેં શિવપુર સા. તુહે. ૮.
સ્તવન (૨) સુંદર અભિનંદન જિનરાજની, હું જાઉં બલિહારી હો, સુંદર. દશ લાખ કોડી સાગરે, અભિનંદન અવધાર હો. સુંદર. ૧. સુદ વૈશાખ ચોથુંચવ્યા, જનમ્યા મહા સુદિ બીજે હો, સુંદર. સ્તવના નિંદાથી પ્રભુ, નવિ હરખે નવિ ખીજે હો. સુંદર. ૨. સાડા ત્રણસેં ધનુષ્યની, દેહડી સોવન વાન હો, સુંદર. મહા સુદિ બારસે વ્રત ધરી, મનપર્યવ લહે જ્ઞાન હો. સુંદર. ૩. સુદ ચૌદશ પોષ માસની, પંચમ નાણ પ્રકાશ હો, સુંદર, વૈશાખ સુદિ આઠમ દિને, પોંહતા શિવપુર વાસ હો. સુંદર. ૪. લાખ પચાસ પૂરવ તણું, જિનવર ઉત્તમ આય હો, સુંદર. પ્રેમે પદ્મ વિજય કહે, શુણિયે શ્રી જિનરાજ હો. સુંદર. ૫.
થોય સંવર સુત સાચો, જાસ સ્યાદ્વાદ વાચો, થયો હીરો જાચો, મોહને દેઈ તમાચો, પ્રભુ ગુણ ગણ માચો, એહને ધ્યાને રાચો, જિનપદ સુખ સાચો, ભવ્ય પ્રાણી નિકાચો. ૧.
[૬૨]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org