________________
સ્વ શ્રી આદિશ્વર પ્રભુનું સ્તવત]
શ્વાસોશ્વાસ કમલ સમો, તુજ લોકોત્તર વાત, દેખે ન આહાર નિહાર, ચરમચક્ષુ ધણી, એહવા તુજ અવદાત. ૫ છે ચાર અતિશય મૂલથી, ઓગણીસ દેવને કીધ, , કર્મખપ્યાથી અગ્યાર, ચોત્રીશ એમ અતિશયા, સમવાયાંગે પ્રસિદ્ધ ૬ જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ, પદ્મવિજય કહે એહ, સમય પ્રભુ પાલજો, જિમ થાઉં અક્ષય અભંગા ૭
સ્તવન (૨) ઋષભ જિનેશ્વર સ્વામી અરજ અમારી, અવધારો કાંઈ ત્રિભુવનના દેવજો. કરૂણાના નંદ અખંડ, જયોતિ સ્વરૂપ છો, એહવા જોઈને મે આદરી તુમ સેવ જો. ૧. લાખ ચોરાશી યોનિ વારંવાર હું ભમ્યો, ચોવીશે દંડકે ઉભગ્યું મારું મન જો. નિગોદાદિકફરસી આવ્યો, સ્થાવર હું થયો, એમ રે ભમતો આવ્યો વિકલેન્દ્રિય ઉત્પન જો. ૨. તિર્યંચ પંચેન્દ્રિય તણા ભવ મેં બહુ કર્યા, ફરસી ફરસી ચૌદ રાજ મહારાજ જો, દશદષ્ટાંતે દોહિલો, મનુષ્ય જન્મ અવતર્યો, એમરે ચઢતો આવ્યો શ્રેણીએ શિવકાજ જો. ૩ જગતના બંધવ જગ સાર્થવાહ છો, જગગુરુ જગરકુખણ એ દેવ જો, અજરામર અવિનાશી જ્યોતિ સ્વરૂપ છો, સુરનર કરતાં તુજ ચરણની સેવ જો. ૪. મરૂદેવીના નંદન વંદના માહરી, અવધારો કાંઈ પ્રભુજી મહારાજ જો, ચોદરાજનો ઉદ્રિષ્ટ, પ્રભુજી તારીયે, દીજીયે કંઈ વંછિત ફળ જીનરાજ જો. ૫ વંદનામારી નિસુણી, પરમસુખદીજીયે, કીજીએ કંઈ વંછિત જન્મ મરણ દુઃખ દૂર જો. પદ્મવિજય સુપસાય, ઋષભ જીન ભેટીયા, જિત વંદે કાંઈ, પ્રહ ઉગમતે સુર જો. ૬
થોય આદિ જિનવર રાયા, જાસ સોવન કાયા, મરૂદેવી માયા, ધોરી લંછન પાયા, જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલ શ્રી રાયા, મોક્ષ નગરે સિધાયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org