________________
રૂમ.સી.ના શોટમાં જીવન ઝરમર,
છે પંન્યાસ પદ્મવિજયજી મ.સા.ની શોર્ટમાં જીવન ઝરમર :
આ જ રાજનગરમાં શામળદાસ (શામળા)ની પોળમાં શ્રેષ્ઠી ગણેશ અને તેમની પત્ની ઝમકુ આદર્શ દંપતી હતાં. તેમને ત્યાં સંવત ૧૭૯૨ના ભાદરવા સુદી ૨ના દિવસે પુત્રનો જન્મ થયો. તેમનું પાનાચંદ નામ રાખ્યું. આ પાનાચંદની છ વર્ષની ઉંમર થતાં તેમની માતા મૃત્યુ પામી. તેથી તેમની માસી જીવીબાઈની છત્રછાયામાં ઉછરતાં તેઓ ધર્મના સંસ્કાર પામ્યા. માસી સાથે વ્યાખ્યાને જતાં મહાબલ મુનિનો અધિકાર સાંભળી વૈરાગ્ય પામી સંવત ૧૮૦૫ના મહા સુદ પાંચમને દિવસે પાચ્છા વાડીમાં ઉત્તમ વિજય પાસે દીક્ષા લીધી. દીક્ષા નામ પદ્મવિજયરાખવામાં આવ્યું.
ધાર્મિક સંસ્કૃત ન્યાય વિગેરેના સારા અભ્યાસ પછી વિદ્વાન પદ્મવિજયજીને રાધનપુરમાં વિક્રમ સંવત ૧૮૧૦માં તપાગચ્છમાં તે વખતનાબિરાજમાન આચાર્યવિજય ધર્મસૂરિએ પંડિત પદ આપ્યું.
સુરત, બુરાનપુર, ઘોઘા, પાલિતાણા, પાલનપુર, પાટણ, સિદ્ધપુર, સાણંદ, લીમડી, વિસનગર, રાધનપુર, અમદાવાદ વગેરે સ્થળોએ મુખ્યત્વે તેઓનાં ચાતુર્માસ થયાં છે.
તેઓએ પોતાના જીવનમાં સુરત, રાધનપુર, પાટણ, ઘોઘા, પાલિતાણા, અમદાવાદવિગેરે ઠેકાણે સેંકડો બિંબોની પ્રતિષ્ઠા, ઉપધાન, ઉજમણાં વિગેરે કરાવેલ છે. તેમજ ૧. જયાનંદ કેવલી ચરિત્ર ગદ્ય. ૨. જયાનંદ કેવલીનો રાસ (સં. ૧૮૫૮). ૩. સમરાદિત્ય કેવલીનો રાસ વગેરે ભાવવાહી અનેક પ્રકારનું ગેય તથા ગદ્ય ગુર્જર સાહિત્ય સર્જયુ છે. એ આજે પણ અનેક ભવ્ય પુરુષો દ્વારા કંઠસ્થ થઈ પ્રચાર પામી રહ્યું છે. તેઓ સં. ૧૮૬૨ ના ચૈત્ર સુદ-૪ ના દિવસે પ્રતિક્રમણ બાદ કાળધર્મ પામ્યા.
(દેવવંદનમાલામાંથી)
[૫૫]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org