________________
આ વિમલનાથ પ્રભુતું ચૈત્યવંદનો
છે શ્રી વિમલનાથ પ્રભુનું ચેત્યવંદના
અઠ્ઠમ કલ્પ થકી ચવ્યા, માધવ સુદિ બારસ, સુદિ મહા ત્રીજે જણ્યા, તસ ચોથો વ્રત રસ, સુદિ પોષ છઠું લક્ષ્યા, વર નિર્મલ કેવલ. વદિ સાતમ અષાઢની, પામ્યા પદ અવિચલ, વિમલ જિનેસર વંદીએ, એ જ્ઞાનવિમલ કરી ચિત્ત, તેરસમો જિન નિત દીએ, પુણ્ય પરિમલ વિત્ત. ૧.
સ્તવન (૧)
વિમલ જિનેશ્વર જગતનો પ્યારો, જીવન પ્રાણ આધાર હમારો, સાહિબા મોહે વિમલ જિગંદા, મોહના સમ સુરતરું કંદા.. સાહિબા. ૧. સાત રાજ અલગો જઈ વસીયો, પણ મુજ ભક્તિ તણો છે રસિયો. સાહિબા. ૨. મુજ ચિત્ત અંતર કયું હરિ જાતિ, સેવક સુખીયો પ્રભુ શાબાશી. સાહિબા. ૩. આળસ કરશો જો સુખ દેવા, તો કુણ કરશે તમારી સેવા. સાહિબા. ૪. મોહાદિક પ્રભુ દલથી ઉગારો, જન્મ જરા ના દુઃખ નિવારો. સાહિબા. ૫. સેવક દુઃખ જો સ્વામી ન ભંજે, પૂરવ પાતક નહિ મુજ મંજે. સાહિબા. ૬. તે કુણ બીજો આશા પૂરે, સાહિબ કાંઈ ઈચ્છિત પૂરે. સાહિબા. ૭. જ્ઞાનવિમલસૂરિ જિન ગુણ ગાવે, સહેજે સમકિત બહુ ગુણ પાવે. સાહિબા. ૮.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org