________________
ચોવીશ જિત સ્તુતિ
૨૧. શ્રી નમિનાથ ભગવાનની સ્તુતિ વૈરી વૃંદ નમ્યો પ્રભુ જનકને, ગર્ભ પ્રભાવે કરી, કીર્તિચન્દ્રકરો જ્વલા દિશિદિશિ, આ વિશ્વમાં વિસ્તરી, આપી બોધ અપૂર્વ આ જગતને, પામ્યા પ્રભુ શર્મને, પુણ્ય શ્રી નમિનાથ આપ ચરણે, પામ્યો ખરા ધર્મને,
૨૨. શ્રી નેમિનાથ ભગવાનની સ્તુતિ લોભાવે લલના તણા લલિત શું, ત્રિલોકના નાથને, કમ્પાવે ગિરિભેદી વાયુ લહરી, શું સ્વર્ગના શેલને, શું સ્વાર્થે જિન દેવ એ પશુતણા, પોકાર ના સાંભળે ? શ્રીમનેમિજિનેન્દ્ર સેવન થકી, શું શું જગે ના મળે ?
૨૩. શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ ધૂણીમાં બળતો દયાનિધિ તમે, જ્ઞાને કરી સર્પને, જાણી સર્વ જનો સમક્ષ ક્ષણમાં, આપી મહામંત્રને, કીધો શ્રી ધરણેન્દ્ર ને ભવથકી, તાર્યા ઘણા ભવ્યને, આપો પાર્શ્વજિનેન્દ્ર નાથ રહિતા, સેવા તમારી મને.
૨૪. શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ શ્રી સિદ્ધાર્થ નરેન્દ્રના કુલનભે, ભાનુ સમા છો વિભુ, મારા ચિત્ત ચકોરને જિન તમે, છો પૂર્ણ ચંદ્ર પ્રભુ, પામ્યો છું પશુતા તજી સુરપણું, હું આપના ધર્મથી, રક્ષા શ્રી મહાવીર દેવ મુજને, પાપી મહાકર્મથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org