________________
શ્રી
મહાવીર
શ્રી મહાવીર સ્વામિનું ચૈત્યવંદન
સિદ્ધારથ સુત વંદિયે, ત્રિશલાનો જાયો, ક્ષત્રિય કુંડમાં અવતર્યો, સુર નરપતિ ગાયો. ॥ ૧ ॥ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા, બહોત્તેર વર્ષનું આઉખું, વીર જિનેશ્વર રાયા. ॥ ૨ ॥ ખિમાવિજય જિનરાજના એ, ઉત્તમ ગુણ અવદાત, સાત બોલથી વર્ણવ્યા, પદ્મવિજય વિખ્યાત. ॥ ૩ ॥
સ્વામિનું ચૈત્યવંદન
સ્તવન (૧) વીર જિનેશ્વર પ્રણમું પાયા, ત્રિશલા દેવી માયા રે, સિદ્ધારથ રાજા તસ તાયા, નંદિવર્ધન ભાયા રે.... વીર... ૧. લેઈ દીક્ષા પરિષહ બહુ આયા, શમ દમ સમણ તે જાયા રે, બાર વર્ષ પ્રભુ ભૂમિ ન ઠાયા, નિંદ્રા અલપ કહાયા રે.... વીર... ૨. ચંડકૌશિક પ્રતિબોધન આયા, ભય મનમાં નવિ લાયા રે,
Jain Education International
ત્રણ પ્રકારે વીર કહાયા, સુર નર જસ ગુણ ગાયા રે... વીર. ૩. જગત જીવ હિતકારી કાયા, હરિલંછન જસ પાયા રે. માન ન લોભ વળી અકષાયા, વિહાર કરે નિરમાયા રે... વીર. ૪. કેવલજ્ઞાન અનંત ઉપાયા, ધ્યાન શુકલ પ્રભુ ધ્યાયા રે,
સમવસરણે બેસી જિનરાયા, ચઉવિહ સંઘ થપાયા રે... વીર. ૫. કનક કમલ ઉપર ઠવે પાયા, ચઉવિહ દેશન દાયા રે. પાંત્રીશ ગુણ વાણી ઉચરાયા, ચોત્રીશ અતિશય પાયા રે... વીર... ૬. શૈલેશીમાં કર્મ જલાયા, જિત નિસાણ વજાયા રે, પંડિત ઉત્તમ વિજય પસાયા, પદ્મવિજય ગુણ ગાયા રે... વીર. ૭.
થોય મહાવીર જિણંદા, રાય સિદ્ધાર્થ નંદા, લંછન મૃગેંદા, જાસ પાયે સોહંદા, સુરનર વર ઈંદા, નિત્ય સેવા કરંદા, ટાલે ભવ ફંદા, સુખ આપે અમદા. ૧.
૯૩
For Personal & Private Use Only
www.jainelibrary.org