________________
વાપરવામાં આવે છે. કેટલાક ઉત્પાદકો કપડા રંગવાના રંગોનો ઉપયોગ કરે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ચોકલેટને પીગળતી અટકાવવા માટે તેમાં નિકલનો ઉપયોગ કરવામાં આવે છે. નિકલ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે.
શાકભાજી, ફ્ળો, અનાજ વગેરેમાં જંતુનાશક દવાઓનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમજ રાસાયણિક ખાતર વાપરવામાં આવે છે. આ કેવળ ઝેર છે. જે આપણા પેટમાં જાય છે. એના કારણે ભયંકર પેટના રોગો થાય છે. તેમજ કેન્સર પણ થઈ શકે છે.
ભેંસોને હોર્મોન્સના ઈંજેક્શનો આપી વધુ દુધ મેળવાય છે. હોર્મોન્સના તત્ત્વો દૂધમાં આવે છે જે નુકશાન કારક છે.
મીઠું એટલે સોડિયમ ક્લોરાઈડ-મીઠાના વધુ પડતાં ઉપયોગથી બ્લડપ્રેશ', મૂત્રાશય તેમજ કિડનીના રોગો, તેમજ કેન્સર જેવા રોગો થાય છે.
મેંદાનો ઉપયોગ વધુ પ્રમાણમાં થવા લાગ્યો છે. બ્રેડ, બિસ્કીટ, કેક વગેરે મેંદામાંથી બનાવવામાં આવે છે. મેંદો આંતરાડામાં ચોંટી રહે છે જેના કારણે આંતરડા બગડે છે. પાચનશક્તિ નબળી પડે છે.
ખાંડનો વધુ પડતો ઉપયોગ નુકશાનકારક છે. ખાંડના વધુ સેવનથી શરીરના પોષક તત્ત્વો ચૂસાઈ જાય છે. થોડે ઘણે અંશે મેદ વધે છે. કફ વધે છે... શરીરની કાર્યશક્તિ ઘટે છે.
Jain Education International
(૪૬)
For Personal & Private Use Only
www.jainelibrary.org