________________
છે. પિતાઓએ ત્રીજા પ્રહરમાં ભોજન કરેલું છે અને દેત્યો, દાનવો અને રાક્ષસો સંધ્યા સમયે ભોજન કરેલું છે. રાત્રિભોજન ત્યાગ કરનારને આરોગ્યનો તથા સદ્ગતિનો લાભ થાય છે - જે પુણ્યાત્માઓ રાત્રે બધા જ આહારોનો ત્યાગ કરે છે તેઓ એક મહિનામાં પંદર ઉપવાસનું ફળ મેળવે છે. માર્કડ પુરાણ: હે યુધિષ્ઠિર! ખાસ કરીને તપસ્વીઓએ તથા વિવેકી ગૃહસ્થોએ રાત્રે પાણી ન પીવું જોઈએ. • કપોલ સ્તોત્ર હે સૂર્ય ! તારાથી આ સઘળું જગત વ્યાપ્ત છે, અને ત્રણે જગતને તું ધ્યાન કરવા યોગ્ય છે. માટે હે દેવ ! તારા અસ્ત થયા પછી પાણી પણ લોહી બરાબર ગણાય છે. • ચોગવાશિષ્ટઃ જે આત્મા રાત્રિભોજન કરતો નથી અને ચોમાસામાં ખાસ રાત્રિભોજનનો ત્યાગ કરે છે તે આ ભવ અને પરભવમાં સર્વ મનોરથોને પામે છે! . સ્કન્દપુરાણ : જે માનવી હંમેશા રોજ એકવાર ભોજન કરે છે તે અગ્નિહોત્રના
ળને પામે છે અને જે માનવ હંમેશા સૂર્યાસ્ત પૂર્વે જ ભોજન કરે છે તેને તીર્થયાત્રાનું ળ ઘરબેઠા પણ થાય છે. રાત્રિભોજન ન કરનારને રોજ તીર્થયાત્રાનું ળ મળે એમ અન્યદર્શન જણાવે છે. જેનો તીર્થયાત્રા કરવા જાય ત્યારે વિશેષ કરીને રાત્રિભોજનનો ત્યાગ કરે છે. અન્યથા તીર્થક્ષેત્રમાં રાત્રિભોજન કરવાથી વ્રજલેપ જેવું ચીકણું કર્મ બંધાય છે. • બાલીશ્વર ભારતઃ ચાતુર્માસમાં પણ જે રાત્રિભોજન કરે છે તેના પાપની શુદ્ધિ સેંકડો
(૧૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org