SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સુંદર પ્રવહ–જહાજ સાગરના તરંગે પર લહેરાતું ચાલ્યું જતું હતું. હજારે યાત્રીઓ એમાં ઘર જેવી સગવડ અને ઉત્સવ જેવો આનંદ માણી રહ્યા હતા. અહોહો ! કેટલા બધા માણસે આ જહાજ પર તરી રહ્યાં છે, ને મોજ માણી રહ્યાં છે! હું પણ એના પર તરી રહ્યો. મન એ પ્રવહણનું પ્રવાસી બન્યું, પણ ડી વારમાં ખબર પડી કે આ તો બધે કલંકીને ખેલ છે. હજારમાં ઘણું તે તાલી બજાવનારા છે, ઘણું મનરંજન માણનારા છે, આત્માના સાધક અલ્પ છે. ચાલ રે જીવ અહીંથી આવે ! એ વખતે આત્માએ આંગળી ચીંધી : “મહીં પડ્યા મહાસુખ માણે, દેખણહારા દાઝે જે ને ! દૂર બેઠા તમાશે દેખનારને કંઈ ન મળે. સાગરમાં ડૂબકી માર, તો મેતી મળે! સાચું પૌરુષ તે સાગરમાં ડૂબકી મારવાનું છે. મતને મૂડીમાં લઈને નકલંક મોતી મેળવવાનાં છે. મેં સાગરમાં ગોતું માર્યું, જોકે તામારનો કસબ નહોતો જાણત તેય ! અંધકાર આંખને આવરી રહ્યો. પાછા ફરવાનું મન થઈ આવ્યું, મનમાં એમ પણ ઊગ્યું કે આ મેતી વગર શું અધૂરું હતુંપાછા વળો! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005449
Book TitleNakalank Moti
Original Sutra AuthorN/A
AuthorKrushnashankar Shastri, Jaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy