________________
શકતા નથી; અહીં પાંચના અઢી વસા થાય છે. મુનિ સાપેક્ષ કે નિરપેક્ષ અને પ્રકારની હિંસા તજે છે; શ્રાવક નિરપેક્ષના જ ત્યાગ કરી શકે, સાપેક્ષના નહિ, માટે એમાંથી પણ અડધા વસા બાકી રહ્યા. સરવાળે સવા વસા યા શ્રાવકને હેાય. ] દશ ચંદરૂવા દશ ઠાણ બાંધીને રહીએ રે, જીવ જાયે એઠવી વાત કેને ન કહીએ; વધ, બંધન ને વિચ્છેદ ભાર ન ભરીએ રે, ભાતપાણીના વિચ્છેદ પશુને ન કરીએ રે. આવા૦ ૪
[દશ સ્થાને દશ ચંદરવા બાંધીએ, ને કાઈ જીવનેા ધાત થાય તેવી કાષ્ઠ વાત કાષ્ઠ દિવસ ન કરીએ.
દશ ચંદરવા નીચે પ્રમાણે છેઃ ૧. દેરાસરમાં, ૨. ઉપાશ્રયમાં, ૩. પૌષધશાળામાં, ૪ સ્નાનઘરમાં, ૫. ભોજનશાળામાં, ૬. ખાંડણિયા પર, ૭. ધંટી પર, ૮. પાણિયારા પર, ૯. ચૂલા પર, ૧૦. શયનગૃહમાં. કેટલેક ઠેકાણે દશમા ચાંદરવે વધારાના રાખવાને કહ્યો છે.]
સ્થૂલ પ્રાણાતિપાતવિરમણવ્રતના આ પાંચ અતિચાર સમજીએ ઃ ૧. વધ–કાઈ જીવનેા વધ કરવા, ૨. બંધન–પશુ– પ્રાણીને કચકચાવીને બાંધવાં ૩. વિચ્છેદ—શરીરનાં અંગ આદિ છેદવા—વીંધવાં ૪. અતિ ભાર-પશુની શકિત ઉપરાંત ભાર–ભરવા ૫. ભાત–પાણીના વિચ્છેદ—ગાય-બળદ આદિ પશુ કે દાસ–દાસીનાં ભેાજન-પાણીમાં વિઘ્ન કરવું, સમય કસમય કરવા. આ અતિચાર દૂર કરવા. લૌકિક દેવગુરુ મિથ્યાત્વ ત્ર્યાશી ભેદે રે, તુજ આગમ સુણતાં આજ હૈાય વિચ્છેદે રે;
Jain Education International
१५.
For Personal & Private Use Only
www.jainelibrary or