________________
કારક છે
લીધાં, તેઓ એ વ્રતોને અતિચાર-અલન તજીને પાળે છે; ગુરુને વંદે છે, ને પ્રભુની વિવિધ પ્રકારે પૂજા કરે છે.] મુનિમારગ ચિંતામણિ, શ્રાવક સુરતરુ સાજ; બેઉ બાંધવ ગુણઠાણમેં, રાજા ને યુવરાજ. ૫ [ ભગવાને પ્રરૂપેલા બે માર્ગ–બે ધર્મ એક સાધુધર્મ, બીજો શ્રાવકધર્મ. આમાં સાધુધર્મ ચિંતામણિ રત્નસમાન છે અને શ્રાવકધર્મ કલ્પતરુ સમ છે. સાધુ અને શ્રાવકબંને ગુણસ્થાનકની રીતે (પાંચમાં-છઠ્ઠામાં) બંધુ સમાન છે; અથવા રાજા ને યુવરાજ સરખા છે. સાધુ રાજા છે, શ્રાવક યુવરાજ-પટધર છે, ભવિષ્યમાં પદવી સંભાળનાર છે. ]
શિવમારગ વ્રતની વિધિ, સાતમા અંગ મઝાર; | પંચમ આરે પ્રાણીને, સુણતાં હોય સુખકાર. ૬ [ ભગવાન મહાવીરે કહેલા ઉપાસકદશાંગ નામના સાતમા અંગનાં દશ અધ્યયને છે, તેમાં મેક્ષમાર્ગને માટે ઉપયોગી વ્રતનો વિધિ કહ્યો છે. પાંચમા આરામાં એ વિધિ સાંભળતાં જેને સુખ થાય છે.] તિણે કારણ પૂજા ચું, અનુપમ તેર પ્રકાર; ઉતરવા ભવજળનિધિ, એ છે આરા બાર. ૭ [ આ વિધિ દર્શાવવા હું અનુક્રમે એક સમ્યક્ત ને બીજાં બાર વ્રત (૧. સ્થૂલ પ્રાણિતિપાત વિરમણ, ૨. સ્થૂલ મૃષાવાદવિરમણ, ૩. સ્થૂલ અદત્તાદાનવિરમણ, ૪. સ્થૂલ મૈથુનવિરમણ, ૫. સ્થૂલ પરિગ્રહ પરિમાણ, ૬. દિગવત, ૭. ભોગ
--
Jain Education International
For Personal & Wivate Use Only
www.jainelibrary.org