________________
તન .
- -
-
૧૭
-
-
-
-
-
-
-
ભરપૂર જાહોજલાલી પ્રવર્તાવતાઃ રાજદ્વારે ને લેકકારે આ મુનિપુંગની અજબ પ્રતિષ્ઠા હતી. અઢારે આલમ એમના શિષ્યગણમાં સમાતી.
નિત્ય જમણ, નિત્ય ઓચ્છવ, નિત્ય પ્રતિષ્ઠા ને નિત્ય સંઘનાં ભવ્ય પ્રયાણ થતાં રહેતાં. એ યુગ સુખશાતિને હતો. શત્રુંજય પર અસંખ્ય મંદિર અદ્ભુત કલાકારીગરીથી નિર્માણ થઈ રહ્યાં હતાં. આખું પાલીતાણું રાજ્ય નગરશેઠ હેમાભાઈને ત્યાં ગિરે હતું !
સ્વાભાવિક છે કે કેશવરામના વૈરાગ્યવાસિત દિલને જૈન સાધુઓને પરિચય રુ હોય. એમના કડક સિદ્ધાંત મનને ભાવ્યા હોય. એટલામાં માતાનો સ્વર્ગવાસ થયે. કદાચ નિઃસંતાન પત્ની પ્રથમ ગુજરી ગઈ હશે. બધું વેચીસાટી માતાનું કારજ કરી કેશવરામ “ભલું થયું ભાંગી જંજાળ”ની જેમ નિવૃત્ત થયા.
પછી સિદ્ધગિરિના કોઈ સંઘ સાથે કેશવરામે પાલીતાણા તરફ પ્રયાણ કર્યું, પણ માર્ગમાં તેમને વ્યાધિએ ઘેરી લીધા. શ્રી. શુભવિજ્યજી નામના સુજ્ઞ મુનિરાજે તેમને પોતાની પાસે રાખ્યા ને ઉપચારથી સ્વસ્થ કર્યા. કેશવરામને “સગપણ એક સાચું રેજિન અનગારનું થઈ રહ્યું.
કેશવરામ હવે સાધુઓના અંતેવાસી બની ગયા. અને અભ્યાસ, તપ ને વિહારનું મુનિ જેવું જીવન ગાળવા લાગ્યા. પાલીતાણાથી ખંભાત તરફ ગુરુએ વિહાર કર્યો. શાસ્ત્રાભ્યાસ ને તપ આચરતા કેશવરામ મુનિની જેમ ગુરુ સાથે વિહરી રહ્યા.
-
-
-
-
- -
-
- -
- -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org