________________
જ
(૪૩)
૯
- ૪ -
તે ૨૭. ટેણીયાએ કરાવી સ્વદ્રવ્યથી પ્રતિષ્ઠા ,
પૂ.આ.ભ.શ્રી રાજશેખર સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં ઉજવાયેલ આગરા પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યતા અને દિવ્યતા કેવી હતી, તેની એક મહાન ઘટના જાણકારી આપે છે. પ્રતિષ્ઠા પૂર્વે આગરા વાસીઓ દ્વારા ભગવાનની પ્રતિષ્ઠા કરાવવા માટે પડાપડી થઈ. ભગવાન બધા અપાઈ ગયા. સુશ્રાવક બબલુ ભાઈનો નાનો બાળક દેવાંશ સા.શ્રી પીયુષપૂર્ણાશ્રીજી પાસે પહોંચી ગયો અને વિનંતી કરી કે. કાંઈપણ કરો પણ એક ભગવાન તો મારે જોઈએ જ, બાળકની ભાવના ફળી. કુંથુનાથ ભગવાનનો લાભ મળ્યો. બાળકે પિતાશ્રીને કહી દીધું કે, “પિતાજી! મારા ભગવાનના પૈસા હું જ ભરીશ અને બાળકે ભેગા કરેલા રૂ. અઢી લાખ ભરીને સ્વદ્રવ્યથી પ્રતિષ્ઠા કરાવી.”
શ ૨૮. મનાઈ મનાઈ મનાઈ
પાલીતાણા જૈન મંદિરોમાં જીન્સ, સ્કર્ટ પહેરી દર્શનનહીં થઈ શકે. શીખોના સુવર્ણ મંદિરમાં પ્રવેશ મેળવવો હોય કે પછી અજમેરની ખ્વાજા પીર દરગાહમાં પ્રવેશ મેળવવો હોય તો તે-તે ટ્રસ્ટના વસ્ત્ર-પરિધાનના ચોક્કસ નિયમોનું અચૂક પાલન કરવું ફરજીયાત હોય છે. તેમ વર્તમાનમાં પાલીતાણાનાં જૈન મંદિરોના દર્શને જતા યાત્રિકો માટે ખાસ વસ્ત્ર પરિધાન ફરજીયાત કરવાનો ટ્રસ્ટે નિર્ણય લીધો છે. દર્શન અને પૂજા માટે જતા યાત્રાળુઓ માટે આ નિયમ લાગુ પડી ચૂક્યો છે.
(ક્યારેય ભેટ ન આપનાર આપણને સુંદર ફૂલો અર્ધશે. )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org