________________
૯૯૦૯ (૪૨)
કલ્પસૂત્રમાં સૌથી છેલ્લે આપવામાં આવેલા એ શબ્દો દરેકે દરેક જૈનોએ પોતાના ઘરમાં જયાં સતત નજર પડે, ત્યાં લખાવી રાખવા જોઈએ. આ રહ્યા એ શબ્દો !
जो खमइ तस्स अस्थि आराहणा । जो न खमइ तस्स नत्थि आराहणा ।
તમે માસક્ષમણ કરો, સિદ્ધિતપ કરો, લાખો-કરોડો રૂપિયા દાનમાં ખર્ચી નાંખો... એટલા માત્રથી તમે પ્રભુના શાસનના સાચા આરાધક બની શકતા નથી જ.’
પ્રભુ શાસનનો સાચો આરાધક એ જ છે કે “જે તમામ જીવો સાથે હાર્દિક ક્ષમાપના કરે.” જે આમાં ઉણો ઉતરે, એ જૈન જ નથી.
દક્ષિણ આફ્રિકાના વર્તમાન પ્રમુખ નેલ્સન મંડેલાને યુવાનીના ૨૭ વર્ષો સુધી જેલમાં પૂરી રાખવામાં આવ્યા હતા. સ્વતંત્રતા બાદ નેલ્સન મંડેલા પ્રમુખ બન્યા ત્યારે જેલના અધિકારીઓ વિગેરેને અપમાન કે સજા ન કરતા સહુની વચ્ચે સન્માન કર્યું. કેવી મહાન ક્ષમા !!
પ્રભુની આજ્ઞા છે કે ઘરના નોકર કે ભંગી પર પણ ક્રોધ થયો હોય તેને આપણે ભાવપૂર્વક મિચ્છામિદુક્કડમ્ આપીએ નહિ, ખમાવીએ નહિ તો આપણું સંવત્સરી પ્રતિક્રમણ આત્માની શુદ્ધિ કરી ન શકે. શક્ય હોય તો પર્યુષણ પૂર્વે જ એને છેવટે પ્રતિક્રમણ પૂર્વે મિચ્છામિદુક્કડમ્ ભાવપૂર્વક કરવા જોઇએ. સંવત્સરી પ્રતિક્રમણ બાદ આખા ગામને મિચ્છામિદુક્કડમ્ આપો તો પ્રતિક્રમણ શુદ્ધ થતું નથી, તે ખાસ ધ્યાનમાં રાખશો. બે ગલા જોડે ન ચાલનાર અનેક બે કિ.મી. જેડે ચાલશે!)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org