________________
જહાજ (૧૪) - - - અને જિનમંદિર પ્રતિષ્ઠાના શુભપ્રસંગે જૈનેતરોમાં ૪00 મણ લાડુ પ્રીતિદાન રૂપે લોકોના મોઢા મીઠા કરાવ્યા. લોકોમાં જૈન ધર્મના અનુષ્ઠાન પ્રત્યે આદર પ્રગટયો અને આવા પ્રસંગો ફરી આવે તેની ઈંતેજારી થઈ. વર્તમાનમાં ઘણાં નાસ્તિકો ફરિયાદ કરતા હોય છે કે જેનો તો માત્ર મંદિરો અને ઉપાશ્રયો બનાવવામાં જ પોતાની સંપત્તિ વેડફે છે.
નાસ્તિકોને એટલું જ કહેવું છે કે તમારી માન્યતા સંપૂર્ણ ખોટી છે. જિનાલય અને આરાધના ભવનના નિર્માણનું સુકૃત એ ખૂબ શ્રેષ્ઠ સુકૃત છે. તેની સામે હોસ્પિટલો કે કોલેજોમાં રકમ આપવી સામાન્ય લાભદાયક છે. ઉપરથી હોસ્પિટલોમાં ચાલતા ભષ્ટાચારો, ગરીબોને પડતી તકલીફો અને કોલેજો દ્વારા સી.એ. એમ.બી.એ. ડૉકટરો બની સરકારના ટેક્સોમાં ગોટાળા, દર્દીઓને બિનજરૂરી ઓપરેશન દ્વારા લૂંટવા વગેરે અનેક દેશદ્રોહી, સમાજદ્રોહી, માનવતાદ્રોહી, પ્રવૃતિઓ થાય છે તેનું પાપ કોના માથે...?
હા એટલું જરૂર છે કે જૈનોએ પૂર, ભૂકંપ, પાંજરાપોળો જેવા અનેક મુશ્કેલીઓમાં અજબના દાનનો પ્રવાહ વહાવીને ખૂબ લાભ લીધો જ છે અને સતત લેતા જ રહે છે.
છે ૯. આંતરીક્ષ ખુલ્લા જ છે. આ
એ શ્રાવકની ઉમર ૮૭ વર્ષની છે. એમણે પોતાના જીવનમાં પાંચ કરોડથી અધિક સંખ્યામાં નવકાર મહામંત્રનો જાપ કરેલ છે. દરરોજ સ્નાત્ર-જિનભકિત-જાપ માં સારો એવો સમય શુભભાવમાં પસાર કરે છે. તેઓશ્રી ઉપધાન તપમાં હતા. પ્રિભુનું શરણ સદામાટેતો સંસા૨નું મરણ સદામાટે.)
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org