SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ મેં મારા માટે કશું કર્યું નથી, પણ જૈનશાસન માટે ઘસાતું બોલાય એ સાંભળી લેવું એ આપણા માટે નાલાયકી કહેવાય. મને કદાચ સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવે, પણ હું તમને બધાને પૂછું છું, શું તમે આ બધું જોયા કરશો. તમને ધર્મની અવહેલના ગમશે.” મારી આગઝરતી ભાષાએ બધાને શૂરાતન ચડાવી દીધું. બધાએ જોઈ લીધું કે સત્વશાળી માણસ સામે ભલભલાઓએ ઝૂકી જવું પડે છે. મેડમ જેવા મેડમની હાલત એમણે જોઈ લીધી હતી. સંભવ. તું ચિંતા ન કર. અમે બધા એક સાથે સ્કુલ છોડી દઈશું, હવે અમે પણ આ ધર્મની અપભ્રાજના-નિંદા ચલાવી નહિ લઈએ.” બધા જૈનમિત્રો એકી અવાજે બોલ્યા (મારા કલાસમાં ઘણા ખરા જૈન હતા, બધા મારા મિત્રો હતા. જૈનેતરોને પણ મેં સમજાવેલું કે આ નિંદા આવતીકાલે તમારા ધર્મની પણ થવાની જ...) એક પછી એક પિરીયડ પસાર થતા ગયા. અને અચાનક એક ચાલુ પિરીયડે મને આમંત્રણ આવ્યું. “સંભવ કોણ છે, પ્રિન્સીપાલ તાત્કાલિક બોલાવે છે...” અમને જેનો અંદાજ હતો, એ જ બની રહ્યું હતું. પણ આ વખતે હું એકલો નહિ, મારી સાથે મારા તમામ મિત્રો, લગભગ આખો કલાસ નીચે ધસી ગયા, પ્રિન્સીપાલે બધાનો શોર-બકોર સાંભળ્યો, પટાવાળા દ્વારા બધાના વિદ્રોહની વાત પણ જાણી લીધી. બધા જ વિદ્યાર્થીઓ સંભવની તરફેણમાં છે, એ જાણી લીધું. વર્ષોનો મેડમ તરફનો આક્રોશ મારા નિમિત્તને પામીને મારી આગેવાની હેઠળ પ્રગટ થતો પ્રિન્સીપાલ જોઈ ( જિનવાણી કમલમાં નહી અમલમાં મૂક્વાને યોગ્ય છે. ] Jain Lercatore random Personal & Private use only www.jainenbrary.org
SR No.005435
Book TitleJain Adarsh Prasango Part 11
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2012
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy