________________
જ જીજે-
( 3 ) ૪૯ - - * જ ૧. જૈન બાળકની ખુમારી
મુંબઈના ભાયંદર પરાનો એ બાળક. પૂર્વભવની જૈન ધર્મની આરાધના અને આ ભવમાં મળેલા જૈન ધર્મના સંસ્કારના પ્રભાવે નાની ઉંમરમાં તેની ખુમારીની વાતો તેના જ શબ્દોમાં
વાંચીએ...
હું ગુજરાતી મીડીયમમાં ભણતો, એ વખતે સાતમા ધોરણમાં હતો. મારા કલાસ ટીચરને મારા માટે સારો એવો સ્નેહ... પણ પ્રીન્સીપાલના પત્ની કે જેમને અમે બધા મેડમ કહેતા, એમને મારા તરફ અણગમો થઈ ગયેલો. એનું કારણ માત્ર એટલે કે પર્યુષણમાં ૬૪ પ્રહરી પૌષધ કરવા માટે મેં રજા માંગેલી. મેડમે મને પુછયું.. “આઠ આઠ દિવસની રજા કેમ ચાલે? કેટલું ભણવાનું બગડે? એવો કેવો ધરમ તમારો.” પણ મેં જીદ પકડી રાખી, ..હું મારું ભણવાનું પાછળથી વાળી લઈશ. વળી મારું વર્ષ બગડે કે સુધરે એ તો મારે જોવાનું છે...
હું એમની વાત ન માનું, એટલે એ ગુસ્સે ભરાય એ સ્વાભાવિક છે. એ ખૂબ અહંકારી... સ્કુલમાં ઘણી વધુ સત્તા.. તુમાખી વાળા.. બધા એમનાથી ગભરાય, એટલે જ બધા એમની વાત તરત જ માની લે., એમાં મારા જેવા ના પાડે, એટલે એમને ખાર ચડે એ સ્વાભાવિક છે.
પણ એ બધી પરવા હું કરતો ન હતો, મેં તો આઠ દિવસની રજા પાડી, પૌષધ કર્યા, આઠ દિવસ સુધી મારી ગેરહાજરી જોઈને એ સિયાવિયાં થઈ ગયા. આખી સ્કુલમાં, વિશેષથી અમારા કલાસમાં એમનું નાક કપાવા બેઠું હતું, કેમકે મેં એમની ઉપરવટ જઈને નિર્ણય લીધો હતો....
નવમા દિવસે પારણાં બાદ દસમા દિવસે સ્કુલે ગયો, - જીવન વધારવાનો પ્રયન સુધારવાનો પ્રયા?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org