SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ જન - - - - ૧૩૩)ને જ જજ જજના - તીવ્ર તાલાવેલી જાગી. પરિવારે ધામધૂમથી દીકરાને દીક્ષા આપી. નામ પડ્યું “પૂ.જ્ઞાનભાનુ વિ.મ.સા.” દીક્ષા બાદ પિતા દિલીપભાઈએ થોડાક સમયમાં એકાસણા શરૂ કર્યા. આજે ૧૧ વર્ષથી સળંગ એકાસણા ચાલુ છે. જેમાં વધુમાં વધુ ૭ દ્રવ્ય વાપરવાના અને ચૌદશે તો માત્ર ત્રણ જ દ્રવ્યથી કરે છે. સંવત ૨૦૪૯માં ઘરમાં હીનાબેન અને અલકાબેને માસક્ષમણ કર્યું. મયૂરભાઈને તો મસાલા વગર ૧ કલાક પણ ન ચાલે. એમને પણ ભાવના જાગતા માસક્ષમણમાં ઝુકાવ્યું અને રંગેચંગે પાર પાડ્યું પછી તો કાયમ માટે માવા ગયા. હીનાબેને વર્ધમાન તપની ૪૫ ઓળી કરેલ છે તો અલકાબેને ૫00 આયંબિલ, ૨ વર્ષીતપ સળંગ, વિશિસ્થાનકની ૩ ઓળી વિ.તપની આરાધના કરેલ છે. ૨૬. અનીતિ કે અપાય સુરતના શિલ્પાબેને પાપના પૈસા અંગે પ્રસંગ જણાવ્યો છે. તેમની નજીકમાં રહેનારા એક ભાઈએ જમીનના જે પૈસા આવ્યા હતા તેમાંથી ભાગીદારને તેના હકના પૈસા ન આપ્યા. જે ભાગીદારે પૂર્વે પૈસાથી ઘણી વાર મદદ કરી હતી. તેવા ભાગીદારને મદદ માટે લીધેલા પૈસા તો ન જ આપ્યા. ઉપરથી જમીનના ભાગના પૈસા પણ ન આપ્યા. આવા અનીતિના પાપો થોડા જ સમયમાં ઉદયમાં આવતા ઘરના એક સભ્યને પગના ઘૂંટણમાં ઓપરેશન કરાવવું પડ્યું અને બંને પગ કામ કરતા કાયમ માટે અટકી ગયા. એક પગમાં પાંચ વખત ઓપરેશન કરાવવા છતાં હજુ ચાર વર્ષથી ચાલી શકાતું નથી. ૩ લાખ રૂપિયા જગ્યાના પચાવી પાડ્યા તે પાપના પ્રભાવે આશરે ૮થી ૯ લાખ રૂપિયાનો રામનો પૈસો જોઈએ છે કે હરામનો પૈસો? Jain Education internauonal For Personal a Private use only www.jainelibrary.org
SR No.005434
Book TitleJain Adarsh Prasango Part 10
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2012
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy