________________
– – (૬) કચ્છ ગોધરાના વયોવૃધ્ધ માજી લાચીમા એ બાવીસ વાર ૯૯ યાત્રા પૂર્ણ કરી છે. ૮૫ વર્ષની ઉંમરે સાત માસક્ષમણ દાદાની નિશ્રામાં પૂર્ણ કર્યા છે.
જુનાગઢના ભદ્રિકભાઈએ પૌષધમાં આયંબિલની ઓળી કરવા પૂર્વક રોજ છગાઉની જાત્રા કરવા પૂર્વક ૯૯ યાત્રા પૂર્ણ કરી. છ ગાઉની જાત્રા કરી બપોરે ૨ વાગે આદપર ગામે પહોંચે ત્યાં જ મુકામ. બપોરે ૩-૩૦ વાગે આયંબિલ કરે. હાલમાં પાલિતાણા તીર્થમાં એકમ.સા.એ સળંગ છ મહિનાના ઉપવાસનું પારણું કર્યું. પાલીતાણામાં રાત્રિભોજન સંપૂર્ણ રીતે બંધ થાય તે માટે સુશ્રાવિકા કિંજલબેને સળંગ ૧૮૦ ઉપવાસ પૂર્ણ કર્યો છે. ભૂરીભૂરી અનુમોદના !
ચોવિહારો છઠ્ઠ કરી સાત યાત્રા ૧૦૮ વાર કરવાના સંકલ્પવાળા પુણ્યશાળીઓ પણ છે તો આખા ગિરિરાજના દરેક પગથિયે અનંતા સિદ્ધોને વંદન કરવા પૂર્વક ખમાસમણા આપનારા ત્રણ સાધ્વીજી ભગવંતો પણ છે. આવી તો અનેક વેરાયટીઓ સાથે ગિરિરાજની ભક્તિ અને જાત્રા કરનારામાં છેલ્લી આઈટમ હવે માણી લો.
માટુંગાના કુમારપાળભાઈએ ૧૫-૧૭ મજુરોના મસ્તકે વિરાટ કદના ફળ - નૈવેદ્યના થાળ ભરાવ્યા. જરકશી જામા પહેર્યા. પગે ઘુઘરા બાંધ્યા. ચારેક મોતીના થાળ ભરાવ્યા. ચારેક થાળ પુષ્પોના ભરાવ્યા. અક્ષતોના થાળ સજાવ્યા. લાંબી ધૂપસળીઓ પ્રજવાળી સુગંધી અત્તરની ઝારીઓ ભરી. ગિરિરાજના ગુણગાન કરતા યાત્રા ચાલી, મોતીઓથી અક્ષતોથી ફૂલોથી ગિરિરાજને વધાવતા ગિરિરાજની જાત્રા પૂર્ણ કરી.
દેવતાઓ કોના માલિકને નમે? સોનાના કે સદ્ગણોના? )
Jain Education mematura
orfersorrar a Private use om
www.jattelibrary.org