________________
– (૪) તોરણો બાંધ્યા હતા. દરેક ગામના અજૈન મંદિરોમાં ચાંદીનું છત્ર ભેટ આપ્યું હતું. વિહારમાં આવતા દરેક જૈનસંઘને ૧ લાખ રૂપિયાથી ૧૫ લાખ રૂપિયાનું સાધારણ ખાતામાં દાન આપ્યું હતું. રસ્તાના ગામોના અજૈન ઘરોમાં સ્ટીલના ડબ્બામાં ૫૦૦-૫૦૦ ગ્રામ લાડવા ભરીને ૧ લાખ ૨૦ હજાર સ્ટીલના ડબ્બામાં કુલ ૬૦ હજાર કિલો લાડવા પ્રીતિદાન તરીકે વહેંચ્યા હતા. પ્રત્યેક ૨૦૦ ડબ્બા દોઠ ૪ ગ્રામ સોનાની એક ગિની અને પ્રત્યેક ૫૦ ડબ્બા દીઠ ૧૦ ગ્રામ ચાંદીના એક સિક્કો અંદર નાખી ગુપ્તદાન કર્યું હતું.
સંઘમાં અબોલ પશુઓ માટે કુલ ૧૫ કરોડ રૂપિયાનું ફંડ થયું હતું. રાય સંધવીએ કહેરાત કરી હતી કે અમારે પાવાપુરી પાંજરાપોળ (૪૦૦૦ પશુઓ છે) માં જીવદયાની રકમની જરૂર નથી. આ બધી રકમ ભારતભરની પાંજરાપોળમાં આપી દેવાશે. સંઘની પૂર્ણાહૂતિ બાદ પ્રત્યેક યાત્રીઓને ૨૦૦ ગ્રામ શુદ્ધ ચાંદીનો સિક્કો, રૂા. ૯૦૦ રોકડા આદિ અનેક પ્રકારની પ્રભાવના થઈ હતી. સંઘવજી પરિવારના દરેક સભ્યોએ ૧૮ દિવસ સુધી રોજ આયંબિલનો તપ કર્યો હતો અને વિનય-નમ્રતાપૂર્વક યાત્રિકોની સેવાભક્તિ કરી હતી. સંઘવી પરિવારની ઉદારતા, “સવિ જીવ કરું શાસન રસી”ની ભાવના, અદ્ભુત સાધર્મિક વાત્સલ્ય, ભાવભક્તિ, નિરાભિમાનતા આદિ જોઈને સૌ કોઈ બોલતા હતા કે, “તેઓએ વસ્તુપાળ-તેજપાળની યાદ તાજી કરાવી છે.” ૧૮ દિવસમાં લગભગ ૨૫ કરોડ રૂપિયા ધર્મ ખાતે વાવીને સંઘવી પરિવારે લખલૂટ કમાણી કરી. ધન્ય છે તેમને !!
વર્તમાનમાં આવા અનેક સંઘો નીકળી રહ્યા છે ત્યારે આપણે પણ સંકલ્પ કરીએ કે જ્યાં સુધી હું છ'રિ પાલિત સંઘ ન કાઢું ત્યાં સુધી એક વસ્તુનો ત્યાગ.
દીકરાને શું બનાવશો? કુળદીપક કે શાસનદીપક?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org