________________
(૪૭) અમે નવા નરોડા વિસ્તારમાં રહીએ છીએ. ત્યાં હાલમાં ૪૦-૫૦ જૈનના ઘરો છે. પાર્શ્વનાથ ટાઉનશીપનું દેરાસર ચાલતા ૧૫ મિનિટ જેવું થાય. નજીકમાં બીજું કોઈ દેરાસર નથી. દેરાસર દૂર હોવાથી ઘણાની ભાવના હોવા છતાં દર્શન-પૂજા કરવા જઈ શકતા નથી. ચોમાસામાં તો લગભગ નહી જ. અમારી એવી ભાવના છે કે જો નજીકમાં દેરાસર થાય તો અમારી આરાધના સારી થાય, રોજ દર્શન-પૂજાનો લાભ મળે.” નામ હતુ એ ભાગ્યશાળીનું હસમુખભાઈ.
મેં એ વિસ્તાર જોયો નહોતો એટલે મેં કહ્યું “એક બે દિવસમાં પહેલા વિસ્તાર, સ્થળ જોઈએ. હું ત્યાં આવું ત્યારે સહુને ભેગા કરજો. બધા ભેગા થઈ વિચારશું, પછી વાત દેરાસરની.” બે દિવસ બાદ સવારે ૬ની આસપાસ જવાનું થયું. ૮-૧૦ ભાઈઓ અને ૨૦-૨૫ શ્રાવિકાઓ ભેગી થઈ હતી. પ્રાસંગિક ૧૦-૧૫ મિનીટ તેમની ભાવનાની અનુમોદના કરી. પ્રભુને લાવવા સહેલા છે પણ પછીની સાચવવાની જવાબદારી ઘણી મોટી છે. પ્રભુજીને લાવ્યા બાદ કોણ કોણ પૂજા કરશે તે પહેલા લીસ્ટ બનાવો.
ઘણા બધાએ પૂજા કરવા માટે નામ નોંધાવ્યા અને મને લાગ્યું કે આટલા બધાની ભાવના છે તો હાલમાં આ જ વિસ્તારમાં એક ફૂલેટ ભાડે રાખી પંચધાતુના પરમાત્મા ત્રિગડામાં પધરાવીએ. બધાએ તહત્તિ કર્યું.
શ્રી પાર્શ્વપ્રભુ અને સિધ્ધચક્રજી તા.૧૬-૫-૨૦૦૯ના એક ફુલેટ ભાડે રાખી તેમાં પધરાવ્યા. ઘણા ભાગ્યશાળીઓ પધાર્યા. અતિ ભાવોલ્લાસ વચ્ચે પ્રભુજીની પધરામણી બાદ નવકારશી થઈ. જેમ જેમ આજુબાજુમાં ખબર પડતી ગઈ તેમ જૈનો પૂજા કરવાવાળા વધવા લાગ્યા.
શાંતિની ઈચ્છા હોય તો પહેલા ઈચ્છાની શાંતિ કરો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org