________________
– (૩૨) – આવા પ્રામાણિક્તાના બાપુજીએ આપેલા સંસ્કારના પ્રભાવે આજે પણ પ્રામાણિક્તાનો ગુણ સાચવી શક્યા છીએ.
હે મા-બાપો ! તમે તમારા સંતાનોને શું સંસ્કાર આપ્યા છે? ભેગુ કરવાના કે ભેગુ રહેવાના? વારસામાં શું આપીને જવાના? સગુણોનો કે સંપત્તિનો વારસો?
પરીક્ષામાં બાજુવાળામાંથી કોપી કરીને વધારે માર્ક લાવનાર દીકરાને વધારે માર્ક આવ્યાની શાબાશી આપવાને બદલે એટલી તો સલાહ આપી શકશો કે ભલે માર્ક ઓછા આવશે તો ચાલશે પણ ચોરી તો ભૂલે ચૂકે નહિ જ કરતો. તૈયાર છો? એટલું ધ્યાન રાખજો કે આજનો માર્કચોર દીકરો આવતીકાલે દાણચોર બનશે તો વાંક કોનો ગણાશે? સાચી સલાહ નહિ આપનાર મા-બાપનો કે ખોટે રસ્તે માર્ક લાવનાર દીકરાનો?
વધારે માર્ક લાવવાથી સારી નોકરી અને સારો પગાર મળે છે એ વાતમાં કોઈ માલ નથી. પુણ્ય હોય તો જ સારી નોકરી અને સારો પગાર મળે છે. એમ ન હોત તો સારા માર્કે પાસ થનાર હજારો શિક્ષિતો આજે બેકાર તરીકે ફરતા ન હોત. વિચારજો હોં.!!
૨૬.પાપ ભય કૃષ્ણનગર, અમદાવાદનો એક યુવાન વંદન કરવા આવ્યો હતો. વંદન બાદ વાત કરતાં એણે પૂછયું કે પૂજ્યશ્રી ! હમણાં જ ચોવિહાર છઠ્ઠ કરી સાત જાત્રા કરીને આવ્યો. દેવ-ગુરૂકૃપાએ જાત્રા ધાર્યા કરતાં ખૂબ સારી રીતે થઈ. થોડીક જાત્રા બાદ થાક ખૂબ લાગ્યો હતો. એમાં પણ પાણીની તરસ લાગી હતી. વૈયાવચ્ચ કરનારાઓએ ગુલાબજળની બોટલ મારી પર છાંટી. એમ સમજો
પ્રભુને યુવાની કે ઘડપણ શું આપવું છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org