________________
(૨૬) ––– સ્નેહી-સંબધી મારી આર્થિક સ્થિતિની સ્પષ્ટ રજુઆત એમને કરો તો એ દેણદાર રૂપિયા એક લાખ પણ મને આપવા તૈયાર છે.” સંબંધીઓ કહે “અમો તમારો કેસ ખૂબ મજબૂત બનાવીશું - ચાલો આપણે એ દેણદારની પેઢીએ !” શશીકાંતભાઈએ આ વાત બનાવટી જ કહી હતી. એઓ કહે “તમો મારા લેણા માટે આ રીતે વસુલ કરવામાં મદદગાર બનવા તૈયાર છો તો મારા પિતાજીના દેણા ભરવા માટે મને શા માટે રૂકા ટ કરો છો ?” સંબંધીઓ શશીકાંતભાઈની પ્રામાણિકતા ઉપર ઓવારી ગયા. હા... આ કળિકાળમાં પણ પરમ સત્યવાદી પરમાત્માના વચનપાલન માટે સહન કરનારા છે જ. ધન્ય! ધન્ય!
હમણાં જ એક પુણ્યશાળી મળ્યા હતા. મને કહે કે મ.સા. ! વર્ષો પૂર્વે કેટલાક કારણોસર બે લાખ જેવું દેવું થઈ ગયું હતું. ગામ છોડી અમદાવાદ ભાગી આવ્યા. પરંતુ બાધા લીધી હતી કે જ્યાં સુધી દેવુ ચુકતે ન કરું ત્યાં સુધી ઘી વાપરવું નહિ. વર્ષો સુધી એ નિયમ પાળ્યો. જ્યાં સુધી માથે દેવું હોય ત્યાં સુધી જરૂર વગરના મોજશોખ કે અમનચમન કરવા એ ધર્મી સજ્જન આત્માના લક્ષણ
નથી.
હોમ લોન, વાહન લોન જેવી અનેક લોન એ માથે દેવું જ કહેવાય. અમેરિકાની મંદીમાં મુખ્ય કારણોમાંથી એક કારણ લોન સીસ્ટમ છે જેમાં અનેક લોકો નાહ્યા, સાથે અનેક અબજોની કંપનીઓએ પણ નાહી નાખ્યું. કોકનું દેવું કરતા પહેલા અને બાકી રાખતા પહેલાં એટલું વિચારી લેજો કે જેનું દેવું બાકી રહી જશે તેમાં ઘરમાં આવતા ભવે નોકર કે બળદ થઈને જન્મ લેવાનું ફાવશે ને?
(
લોકમાં સમાનતા કરતા સભાનતા લાવવા મથો.
Jain Education international
or personal Private ose my
www.jainelibrary.org