________________
આ પ્રસંગો' પુસ્તક વિષે કેટલાંક અભિપ્રાય
'પ.પૂ. આચાર્યદેવશ્રી રાજેન્દ્રસૂરિ મ.સા. આ પ્રસંગો પુસ્તક (વાંચ્યા પછી ) અનુમોદના તથા સુષુપ્ત સત્વને જાગ્રત કરે છે... જીવનમાં કાંઈક પણ શુભ કાર્ય કરવાનો ઉત્તમ મનોરથ પેદા કરે છે. આજના જીવોને ઉત્તમ આલંબનની જરૂર છે, જેમાં આ બુક બોધક, માર્ગદર્શક, સરળ, શોર્ટ અને સ્વીટ જેવી છે... 'પ.પૂ. આચાર્ય શ્રી રત્નસુંદરસૂરિ મ.સા. નાનકડી પણ ભારે પ્રેરણાદાયી પુસ્તિકા.. આ અનુમોદનીય પ્રયાસ અનેક આત્માઓને આરાધનામાં ટકી રહેવા માટે આલંબન રૂપબને તેવો પણ છે...”
| મુનિ સૌમ્યરત્નવિજયજી વ્યાખ્યાનમાં આ પ્રસંગો કહેવા જેવા શ્રેષ્ઠ છે. આ પુસ્તકને ખૂબ આકર્ષક બનાવો તેવી વિનંતી છે. તેથી ઘણા વાંચશે અને
વાંચવાથી ઘણાને ખૂબ લાભ થશે........ (૪ પાનાનું ટુંકાવીને) ( ભદ્રેશભાઈ, ભૂતપૂર્વ પ્રમુખ : પાંચકુવા કાપડ મહાજન અમદાવાદ: બેંગ્લોરમાં ગયેલો. ઊંઘ ન આવતાં મિત્ર પાસે વાંચવા પુસ્તક માગ્યું. ખૂબ સુંદર પુસ્તક છે એમ કહી મિત્રે જૈન આદર્શપ્રસંગો વાંચવા આપ્યું. વાંચતા હૃદય પુલકિત બની ગયું !!! આપણા આત્માની ઉન્નતિ માટે આપણે કશું કરતાં નથી. પ્રસંગો વાંચી પ્રેરણા મળી, દિલમાં ભાવ જાગ્યા કે ધર્મ આરાધના માટે પણ આપણે સમય ફાળવવો ખૂબ જ જરૂરી છે.” રાજેન્દ્રભાઈ : “પૂ.શ્રી ! આ પ્રસંગો પુસ્તક મારા સુશ્રાવિકાએ વાંચ્યું. ખૂબ ગયું.... વાંચી ઘણાં બધાનું કયાણ થાય તે ભાવનાથી આ સુંદર પુસ્તકના પ્રચારમાં અમારે રૂા. પ000નો લાભ લેવો છે..!!” આવા પ્રશંસાપૂર્ણ અન્ય અનેકોના પણ અભિપ્રાય આવ્યા છે.
તરફથી ભેટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org