________________
(૧૪)
એકીટસે મારી સામું જોઈને પીડામાં પણ પ્રેમથી સાંભળતી રહી! મેં તેને સાગારિક અણસણ કરાવી સિદ્ધગિરિનું શરણુ આપ્યું. તથા તેની યાત્રા કરવાની પ્રેરણા કરી. અંતે નવકાર મંત્ર સાંભળતા એનું પ્રાણ પંખેરું ઊડી ગયું. પ્રિય સ્વજનની માફક મેં તેને ખાડામાં દફનાવી માટી તથા ૫ કિલો મીઠું તેના પર નાંખ્યું.
છ મહિના પછી મારા પતિ અચાનક બિમાર પડયા. રાત્રે હું સૂતી હતી. તો મને એકદમ દિવ્ય પ્રકાશ દેખાયો. પહેલાં હું થોડી ડરી ગઈ. પણ નવકારનું સ્મરણ કરતાં થોડી મક્કમતા આવી. મેં હિંમત કરી પૂછ્યું “તમે કોણ છો ? આ પ્રકાશ શાનો છે? મને સમજાતું નથી.” ત્યાં જ એ પ્રકાશપુંજમાંથી એક દિવ્ય આકૃતિ પ્રગટ થઈ અને કહ્યું, ‘મને ન ઓળખી ? હું તને મદદ કરવા આવી છું? એમ કહી ગાયનું રૂપ લીધું અને કહ્યું કે તેં મને નવકારમંત્ર સંભળાવ્યો, તેના પ્રભાવે હું દેવી થઈ છું... મેં કંઈ પણ માંગણી ન કરી. છતાં દેવીએ કહ્યું તારા પતિને કાલે સવારે ૯ વાગે ઊંઘવા દેજે. સાજા થઈ જશે. એમ જ બન્યું. સવારના ૯ થી સાંજના ૫ સુધી ઊંઘતા જ રહ્યા. તબિયત સારી થઈ ગઈ. પતિને પણ શ્રધ્ધા બેઠી.
સં.૨૦૪૧માં પોષ મહિનામાં પુનઃ દેવીએ સ્વપ્નમાં કહ્યું કે તમારા સંતાનને મહાકષ્ટ આવવાનું છે. સંભાળજો. મારા બંને પુત્રોને બે દિવસ ઘરમાં રોકી રાખ્યા. કોલેજ પણ ન જવા દીધા. બે દિવસમાં સમાચાર આવ્યા કે મારી અમદાવાદ રહેતી પુત્રી આશા છાપરા પરથી પડી ગઈ છે. સીરીયસ છે, સૌ અમદાવાદ ગયા. સંકટ જાણી દેવીને યાદ કર્યા. બચાવવા વિનંતી કરી પણ તેમણે કહ્યું કે તેનું આયુષ્ય ટૂંકુ હોવાથી બચાવવાની મારી શક્તિ
ડુંગળી ખાનારના ભાવિ ભવની કુંડળી ખૂબ ખરાબ છે.
For Personal & Private Use Only
Jain Education international
www.janelibrary.org