________________
– (૮).
વાત કરતા કે અઠ્ઠાઈ પછી રાત્રે ન ખવાય. નીરવને ભાવના જાગી . કે પારણાના દિવસથી રાત્રિ ભોજન ત્યાગ કરીશ ! ખરેખર કર્યું. - એકાદ મહિના બાદ કોલેજના એક મિત્રને ત્યાં બર્થડે પાર્ટી હતી. કોલેજના છોકરા-છોકરીઓ બધા ભેગા થવાના હતા. રાત્રે જમવાનું હતું. નીરવ વિચારમાં પડ્યો કે હવે શું કરવું? પર્યુષણના એક મહિના પૂર્વે આવી જ એક પાર્ટીમાં બધાની સાથે રાત્રે જમ્યો હતો. હવે ના કેવી રીતે પાડવી? જવું તો પડશે જ. આ તો બધા કોલેજિયન યુવાન-યુવતિઓ. ચોવિહારની વાત કરીએ ને બધા મશ્કરી કરે કે આ વળી ધર્મનું પુછડું છે, વેદિયો છે. નીકળ્યા મોટા આ ઉંમરે ધર્મ કરવા.' - સવારથી ગડમથલ ચાલી કે પાર્ટીમાં જઈને જમવું કે ઘરે ચોવિહાર કરીને જવું? અંતે સાંજે ચાર વાગે ચોવિહારનો સંકલ્પ મક્કમતાથી ક્યો ! જમી ચોવિહારનું પચ્ચખાણ લઈને જ પાર્ટીમાં ગયો. પાર્ટી ચાલુ થઈ.
થોડીક વારની વાતો બાદ જમવાનું શરૂ થયું. નીરવે ડીશ ના લીધી. બધાએ પૂછતાં કહ્યું કે મારે ચોવિહાર છે. અજૈન ભાઈબંધો પૂછે કે ચોવિહાર એટલે શું? સમજાવ્યું કે રાત્રે ના ખવાય. મનમાં તો ગભરાયો કે મશ્કરી કરવા માંડશે. પરંતુ ચોવિહાર ધર્મના પ્રભાવે એકાદ મિનીટ સામાન્ય પૂછતાછ કર્યા પછી બધા પોતાના જમવામાં પડી ગયા. જેની પાર્ટી હતી તે કહે કે પહેલાં જણાવ્યું હોત તો તને ચોવિહાર માટે વહેલો બોલાવત! અમને તો ખબર જ નહી. ચાલો, જે પણ ગણો, ચોવિહાર સચવાઈ ગયો.
થોડાક સમય પછી પિતાજીના મિત્રને ઘરે પ્રસંગે સાંજે જવાનું થયુ. મિત્ર જૈન હતા એટલે ચોવિહાર કરનાર સહુને વહેલા
- સંતાનના વકીલ નહિ વડીલ બનજો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org