________________
પ્રભુદાસભાઈ માતૃભક્તની બાના ખોળામાં માથું મૂકી બોલ્યા, “બા! હું પણ તમારો દીકરો જ છું. પુત્રની ઈચ્છા મા અવશ્ય પૂરી કરે. આ પૂજાની થાળી લો. તમે પહેલી પૂજા કરો. મા પૂજા કરે પછી જ દીકરો પૂજા કરે ને ?” પ્રભુદાસભાઈની કેવી ઉદારતા! વૃદ્ધાની અંતરની ભાવના જાણી આ લાગણીશીલ સુશ્રાવક તેમને પોતાની મા ગણી પહેલી પૂજા તેમની પાસે કરાવવા તૈયાર થઈ ગયા. માએ પણ વિનંતી સ્વીકારી અને માતૃભક્ત અને પ્રભુદાસ બન્ને માને હાથ પકડી દાદા પાસે લઈ જવા માંડ્યા. જોનારા બધા આવું અદ્ભુત દૃશ્ય સાક્ષાત્ જોઈ હર્ષથી ગદ્ગદિત થઈ ગયા. ઘણાને હર્ષાશ્રુ વરસવા માંડ્યા!
લાઈનમાં પાછળ હોય તેને પણ ક્યારેક ઉદારતાપૂર્વક આગળ કરો. એ આનંદ પણ અનુભવવા જેવો છે. આ વાંચી તમે પ્રભુદાસ પર પ્રસન્ન થયા હો તો નિશ્ચય કરો કે હું પણ ક્યારેક ખૂબ ઊંચી ભાવનાવાળા શક્તિહીન સાધર્મિકને પહેલી પૂજા વગેરે કરાવી પ્રભુદાસ બનીશ. તેથી તમને પૂજા, ઉદારતા, સાધર્મિક ભક્તિ વગેરે અનેક લાભો થશે.
[30]મરતાં નવકાર સંભળાવી ગાયને દેવ બનાવી
એ સુશ્રાવક મહેસાણામાં રહે છે. તેમનાં બહેન પૂના રહે છે. થોડાં વર્ષ પહેલાં એક વાર તે જતાં હતાં. રસ્તામાં એક ગાય જોઈ. તે મરવા પડી હતી. કરુણાથી નવકાર સંભળાવ્યા! મરી ગઈ. થોડા સમય પછી ઘરમાં ભીંત ઉપર પ્રકાશ-પ્રકાશ થઈ ગયો. બહેન જોઈ જ રહ્યાં. પ્રકાશ ગોળ ગોળ ફરવા લાગ્યો. તેમાં વચ્ચે ગાય પ્રગટ થઈ. બહેને બે હાથ જોડી પૂછયું, “આપ કોણ છો ?” ગાયે બધી વાત કરી, “તમે જેને નવકાર સંભળાવ્યો તે ગાય હું છું. તમારો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org