________________
છોકરીવાળા લગ્ન પછી સાંજે જમાઈને ઘણા બધા સાથે જમાડવાના હતા. પતિપતી લગ્ન પછી પ. પૂ. આ. ભ.ને વંદન કરવા ગયાં. ટ્રાફિક વગેરેને કા૨ણે પાછા આવતાં ઘણું મોડું થઈ ગયું. સૂર્યાસ્તની પ મિનિટની વાર હતી. છોકરીના બાપ મૂંઝવણમાં પડ્યા કે જમાડવાની ના પાડીએ ને જમાઈને વાંધો પડશે તો મારી દીકરીને જિંદગીભર હેરાન કરશે. હવે શું કરવું ? પણ પતિપત્ની જેવાં ભોજનમંડપમાં આવ્યાં કે તરત દીકરાના બાપે બૂમ મારી કે સૂર્યાસ્તની તૈયારી છે. રસોડું બંધ કરો ! છોકરીના બાપની મૂંઝવણ ટળી ગઈ. રાત્રિભોજનના પાપથી બધાં બચી ગયાં. લગ્નના દિવસે પણ બધાને રાત્રિભોજનના પાપથી આવા ધર્મપ્રેમી નરબંકાઓ બચાવે છે! તો હે જૈનો! તમે પણ મન દૃઢ કરો તો નરકદાયી આ રાત્રિભોજનના પાપથી અવશ્ય બચી શકો.
[૨૫] લગ્નપ્રસંગે બધાં પાપ ત્યાગ
પરણતા એક યુવાનની પાપભિરુતાને તમે હાથ જોડીને વાંચો. લગ્ન-પ્રસંગે પિતાજી વગેરે સમક્ષ દૃઢતાથી રાત્રિભોજન, બરફ, અભક્ષ્ય વગેરે બધાની આ યુવાને સ્પષ્ટ મના કરી. તેથી લગ્નભોજન પણ બપોરે રાખ્યું. પાણી ઠંડું કરવા તેણે જમીનમાં ખાડા ખોદાવી કાળી માટીની નવ કોઠીઓ મુકાવી. ઠંડું પાણી ભરાવી ૭ દિવસ રાખ્યું. રોજ એ પાણી ગળાવે. લગ્ન પ્રસંગે બરફ વિનાનું પણ ફ્રીજ જેવું આ ઠંડું પાણી પી બધાંને આશ્ચર્ય થયું. સત્કાર-સમારંભ વગેરે બધું આ પાપભયવાળા યુવાને દિવસે રખાવેલું, પણ વિદાય મુહૂર્ત રાત્રે જ હતું. અને લોકરિવાજ પ્રમાણે ત્યારે રાત્રે બધાને ચા પીવડાવવી પડે. યુવાને પિતાને સ્પષ્ટ ના પાડી દીધી. છતાં લોકલાજે પિતા આ પાપ ના કરે માટે યુવાને મિત્રોને યોજના
૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org