________________
[૧૯] પરભવ છે જ, સદ્ગતિ માટે સાધતા કરો
ચાણસ્મામાં નરેશનો જન્મ થયો હતો. ૪ વર્ષની ઉંમરે તેણે કહેવા માંડ્યું, “હું તો હરગોવન પટેલ છું. વિરમગામમાં મારું ઘર છે ! મારે બે દીકરા છે....'' વગેરે ઘણું બધું તેણે કહ્યું. તે વારંવાર આવું બોલે છે. તેથી ઘરના તેને વિરમગામ લઈ ગયા. પહેલીવાર વિરમગામ ગયેલો છતાં તેણે પોતાની શેરીમાં પોતાનું ઘર બતાવ્યું ! પછી કહે, “અહીં જ મારું ઘર હતું. એને તોડી કોઇએ નવું ઘર બનાવ્યું છે.’’ ઘરનાંને પૂછતાં તેમણે કહ્યું ‘અમે ખરીદીને નવું બાંધ્યું છે. હરગોવનભાઇ પહેલાં અહીં રહેતા હતા. તેમના ઘરના અમુક સ્થળે રહેવા ગયા છે..’ ત્યાં ગયા. નરેશે તેની તે ભવની પત્ની, પુત્ર વગેરેને નામ સાથે ઓળખી બતાવ્યાં. ! અરે ! એ તો ઠીક, તે ભવમાં પત્ની-પુત્ર સાથે થયેલી કેટલીક વાતો, સાબિતીઓ, જે માત્ર પત્ની, પુત્ર જ જાણતાં હતાં તે બધું કહી બતાવ્યું!! આગળ વધી તે ભવની પોતાની કેટલીક ખાસિયતો પણ સંભળાવી!!! હરગોવનભાઇ ફેંટો (પાઘડી) જેમ બાંધતા હતા તેમ આ ૫ વર્ષના ટેણિયાએ માથે પહેરી બતાવ્યો! નરેશે પહેલાં કદી ફેંટો બાંધ્યો પણ નહોતો.
અતિ આશ્ચર્યની વાત તો એ છે કે તેણે પૂછ્યું કે “નાનિયો ક્યાં છે ?'' હરગોવનભાઇના નાના દીકરાને ઘરમાં નાનિયો કહેતા હતા. તે અમદાવાદમાં નોકરી કરતો હતો. સાથે આવેલા નરેશના વડીલોને પાકી ખાતરી થઇ કે આ નરેશ જ પાછલા ભવમાં હરગોવનભાઇ હશે. પછી બધાં ચાણસ્મા પાછા ગયા. પટેલના ઘરનાએ અમદાવાદ નાનિયાને કાગળ લખી બધી હકીકત લખી જણાવ્યું કે આપણા બાપા ચાણસ્મામાં જન્મ્યા છે. નાનિયો મહિના
૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org