________________
I[૧૪] તપે ડાયાબિટીસ ભગાડ્યા |
મહેસાણાના એવંતીભાઈના ધર્મપત્નીને ડાયાબિટીસને કારણે ૫ વર્ષ પૂર્વે આંખમાં હેમરેજ થયું. હેમરેજવાળી નસને તપાસી નવસારીની પ્રખ્યાત આંખની હોસ્પિટલે ઉપચાર કર્યો. આંખે સારું થઈ ગયું. પણ ડાયાબિટીસ વધવાથી ફરી આંખમાં હેમરેજ થયું. તેથી ડૉક્ટરોએ તપ કરવાની મનાઈ કરી. છતાં તેમણે બે વર્ષ પહેલાં શ્રેણી તપમાં ૮૪ ઉપવાસ કર્યા ! પછી વર્ષીતપ શરૂ કર્યો. (આ ત્રીજો વર્ષીતપ હતો.) પછી ચેક કરાવતા લોહી કે પેશાબમાં ડાયાબિટીસ નહોતો ! ધાર્મિક આરાધના ને ઘરનાં કામ પણ સારી રીતે કરે છે. આમ તપથી ડાયાબિટીસનો નાશ થઇ ગયો !
[૧૫] ચોવિહારતા ધર્મે મોતથી બચાવ્યા |
આ સત્ય પ્રસંગ ચાર વર્ષ પહેલાંનો તાજો જ છે. અમદાવાદના અશ્વિનભાઈ આદિ પંદર જણા મેટાડોરમાં વડોદરા ફરવા ગયા.
ચોવિહાર રોજ કરતા હોવાથી અશ્વિનભાઈએ સૂર્યાસ્ત પહેલાં નાસ્તો કરી લીધો. બીજા હોટલમાં રાત્રે જમ્યા. પછી ૧૧ વાગે અમદાવાદ આવવા બધાં નીકળ્યા. કનેરા પાસે લગભગ ૧૨ વાગે ટેન્કર સાથે ભયંકર અકસ્માત થયો. ૪ વાહનોને અકસ્માત થયેલો. ઘણાં તો મેટાડોરમાં ઊંઘતા હતા. અશ્વિનભાઈને પણ ઊંઘમાં જ જડબામાં ખૂબ વાગ્યું. તરત જ બેહોશ થઈ ગયા. તેમની બે બાજુ બેઠેલા બન્ને મિત્રો અને પાછળનાં બહેન ત્રણે આ અકસ્માતમાં સ્વર્ગવાસ પામ્યા. અશ્વિનભાઈને હોસ્પિટલમાં લઈ ગયા. જડબામાંથી ઘણું લોહી પેટમાં જતું રહ્યું હતું. ડૉક્ટરોએ તપાસીને હાથ ધોઈ નાખ્યા. છતાં સંબંધી ડૉ. પી. કે. શાહે કહ્યું કે પ્રયત્ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org