________________
પાડતાં એણે જીદ કરી. રાત્રે સૂઇ ગયો. પાંચ વર્ષનો થાકી જાય, એમ વિચારી કાકા બીજે દિવસે એને ન લઇ ગયા. અશોક ઉઠ્યો ત્યારે કાકા જતાં રહેલા. જાણીને એ રડવા માંડ્યો. પણ હવે તો ઉપાય ન હતો. વર્ષો વીતતાં ગયાં. પછી તો પાલીતાણા જવાનું બન્યું જ નહીં. મેટ્રીક ભણી વડોદરા એલેમ્બીકમાં નોકરીએ લાગી ગયો. પાલીતાણા યાત્રા કરવાની અંતઃસ્ફુરણા તેને ૪-૫ વાર થઇ. એક વાર ઊંઘમા તેને અવાજ સંભળાયો, ‘‘ઊઠ ! પાલીતાણા ચલ !'' સ્વપ્નમાં આવું વારંવાર થતાં ઊઠી ગયો. કોઇ દૈવી સંકેત લાગતાં પાલીતાણા યાત્રા કરવાનો દૃઢ નિશ્ચય કર્યો. થેપલાનું ભાતું લઇ પરોઢિયે નીકળ્યો. પાલીતાણા કદી ગયો નથી. તેથી કોઇને વડોદરા સ્ટેશને પૂછતાં જાણ્યું કે પહેલાં અમદાવાદ જવું પડે. ત્યાંથી પાલીતાણાની ટ્રેન મળે. અમદાવાદ થઇ પાલીતાણા પહોંચી સીધો યાત્રા કરવા ગયો. ઉપર પહોંચી સારી રીતે યાત્રા કરી. ખૂબ ભક્તિ કરી. યાત્રા કરી નીચે ઊતરી કોઇ ધર્મશાળામાં રાત્રે સૂઇ ગયો. સવારે બેગ ધર્મશાળામાં રાખી યાત્રા કરવા ગયો. દર્શન કર્યા પછી સૂરજકુંડ પાસે બધાને જતાં જોઇ તે પણ ગયો. ત્યાં હાથ પગ ધોયા. દાદાના દર્શનના ભાવ ફરી જાગ્યા. દર્શન કર્યા. પછી બહાર નીકળ્યો. મનમાં સ્ફૂરણા થઇ કે ગામના મહારાજ સાહેબના દર્શન કરવા. જે સાધુ મળે તેને પૂછે કે મારા મહારાજ ક્યાં છે ? ઘણાંને પૂછ્યું પણ મહારાજ સાહેબનું નામ, સમુદાય વગેરે તેને ખબર ન હોવાથી કોઇ કશું બતાવી શક્યું નહીં. છતાં કંટાળ્યો નહીં. છેવટે એક મહારાજે કહ્યું, ‘‘અમદાવાદ જઇ પગથિયાના ઉપાશ્રયે તપાસ કરો. કદાચ તમને મળશે.'' અમદાવાદ આવ્યો. સીધો પહોંચ્યો (પગથિયાના) ઉપાશ્રયે. ત્યાં મુનિશ્રી અભયશેખરવિ. મ. વગેરે હતાં. પૂછતાં તેમણે કહ્યું કે પ્રાયઃ ભગવાનનગરના ટેકરે છે. ટેકરે પહોંચ્યો. આ યુવાન કદી સાધુને મળ્યો
૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org