________________
કે અટાઇ જેવો ઘોર તપ ર્યો ! હે પુણ્યશાળીઓ ! તમારે પણ તીર્થયાત્રા એવા શુભ ભાવથી અને વિધિપૂર્વક કરવી જોઇએ કે જેથી તમારું શીઘ્ર કલ્યાણ થાય.
૬] કાયોત્સર્ગથી શીલરક્ષા અને પ્રાણરક્ષા
વિ. સં. ૨૦૩૭ માં પ.પૂ. પં. શ્રી હેમરત્નવિજયજી મ. અંતરીક્ષજી તીર્થમાં બિરાજમાન હતા. તીર્થરક્ષા માટે સમગ્ર જૈન સંઘમાં અપૂર્વ જાગૃત્તિ આવેલી. કોર્ટમાં એક ધર્મશાળાનો ફેંસલો ો. સંઘની તરફેણમાં આવતાં તે ધર્મશાળાનું દ્વાર ખોલીને ૩૦ જેટલા સાધ્વીજી મહારાજને ત્યાં ઉતારવામાં આવેલા. દિગંબરભાઇઓ આ ધર્મશાળા ખાલી કરાવીને અન્યાયી કબજો લેવા માંગતા હતા. તેથી તેઓએ ૧૫-૨૦ ગુંડા રોકીને ધર્મશાળાં પર પથ્થરમારો કરાવ્યો. પૂ. મુનિશ્રી હેમરત્નવિ. મ. ની સાથે તીર્થરક્ષાર્થે રોકાયેલા કેટલાક યુવાનો તરત સ્થળ પર ધસી ગયા. પણ તેઓને લોહીલુહાણ કરી દેવામાં આવ્યા.
પૂ.મુનીશ્રીને ખબર પડતાં તેઓ સ્થળ પર પહોંચી ગયા અને ધર્મશાળાનો મુખ્ય દરવાજો રોકીને ઉભા રહી ગયા. ગુંડાઓએ બારશાખ સાથે આખાં દરવાજાને તોડી નાખ્યો - અને બધા અંદર ધસી આવ્યા. પૂ. સાધ્વીજી મહારાજોને આગળના રૂમમાં ટ્રાન્સફર કરીને પૂ.મુનીશ્રી રૂમના દરવાજે બે હાથ પહોળા કરીને દરવાજો રોકીને ઉભા રહી ગયા. ગુંડાઓએ પૂ. મુનીશ્રીને હટાવી દેવા લાકડીઓના ઘા વીંઝવાની શરૂઆત કરી. વરસતી લાકડીઓની ડીઓ વચ્ચે મુનીશ્રી અણનમ ઉભા રહ્યા.
હવે આ અંતકાળ છે એમ સમજીને તેઓશ્રીએ તરત જ ચારે આહારનો ત્યાગ કરીને સાગારિક અનશનનો સ્વીકાર કરીનેનમસ્કાર મહામંત્રનો જાપ ચાલુ કરી દીધો. જાપ શરૂ થતાં જ એકાએક
* ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org