________________
ત્રીજી પુષ્પપૂજા
દેહા
હવે ત્રીજી સુમન તણી, સુમનસ કરણ સ્વભાવ
ભાવસુગંધ કરણ ભણી, દ્રવ્યકુસુમ પ્રસ્તાવ. ૧ હિવે પ્રભુની ત્રીજી પૂજા ફલેથી કરે, જે પૂજા મનને હળવું ફૂલ બનાવનારી છે. આત્મામાં ભાવ સુગંધ પેદા કરવા માટે દ્રવ્યસુગંધથી એટલે પુષ્પોથી પ્રભુપૂજા કરવી ઘટે.]. માલતી ફૂલે પુજતી, લાભવિઘન કરી હાણ;
વણિગસુતા લીલાવતી, પામી પદ નિરવાણ. ૨ [પ્રભુની પૂજા માલતીનાં ફૂલે રચતી વણિકપુત્રી લીલાવતી લાભતરાયને નાશ કરી, મુક્તિને પામી ..
લીલાવતી નામે વણિકપુત્રી. ઉત્તરમથુરાની રહેનારી. વિનયરત્ન નામના વ્યવહારિયાને પરણી. વિનયરત્નને જિનમતી નામની એક પત્ની હતી. જિનમતી જિનેશ્વરદેવની પૂજા કરતી, બગીચાનાં સુંદર ફૂલને હાર કરી પ્રભુકંઠે સ્થાપન કરતી. શેખીન લીલાવતીને આ ન રુચ્યું. અંબેડા માટે, હારગજરા માટે, સેજ માટે કુલે વાપરવા આગ્રહ
૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org