________________
પ્રથમ
જળપૂજા
શ્રી શંખેશ્વર શિર ધરી, પ્રણમી શ્રી ગુરુ પાય;
વાંછિત પદ વરવા ભણી, ટાળીશું અંતરાય. ૧ [શ્રી. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને મસ્તક નમાવીને, શ્રીગુરૂદેવના ચરણમાં પ્રણામ કરીને, વાંછિત સ્થાન એટલે મેક્ષપદ મેળવવા માટે આ પૂજા ભણાવી, આડે આવતાં અંતરાય કર્મને દૂર કરીશું. ] જિમ રાજા રિયો થકે, દેતાં દાન અપાર;
ભંડારી ખિજય થકો, વારતે તેણી વાર. ૨ [ અંતરાય કર્મ કેવા પ્રકારનું છે, તે દાખલાથી સમજાવે છે જેમ રાજા પ્રસન્ન થયું. એણે ઈનામ આપવા કહ્યું; પણ ખીજે બળેલ ભંડારી દાન આપવામાં વિલંબ લગાડે અથવા તે ટાળે તેવું અંતરાયકર્મનું સ્વરૂપ સમજવું.]
તિમ એ કર્મ ઉદય થકી, સંસારી કહેવાય; ધર્મ-કર્મ સાધન ભણી, વિઘન કરે અપાર. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org