SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ કમપ્રકૃતિ કર્મ કર્યાથી કર્મ પિદા થાય છે. કર્મ કર્યાથી કર્મ તૂટે છે. નિષ્કામ થવું એ નિષ્કર્મ થવાને મહાન માર્ગ છે. નિષ્કર્મ સાથે મુક્તિને ગાઢ સંબંધ છે. જૈન ધર્મ ઈશ્વરને જગતને કર્તા માનતા નથી; ઈશ્વરને માથે સુખદુખ દેવા, રાયક સર્જવાને ટોપલે ઓઢાડતો નથી. એ માને છે, કે નર નિજ કરણ કરે, નારાયણ હે જાય! હર એક ભાવભીના આત્માને એ મૂછિત પરમાત્મા માને છે. વિશ્વના જીવોમાં દેખાતી અજબ વિવિધતા માત્ર કર્મને આભારી છે. કર્મની ધરી પર સંસારનું ચક્ર વેગીલું ઘૂમ્યા કરે છે, ને કરણી દ્વારા પ્રાપ્ત કરેલા કર્મના આધારે જીવમાત્રને સુખદુઃખ, શુભ-અશુભ, ઊંચતા-નીચતા, પ્રિયાપ્રિય પ્રાપ્ત થયાં કરે છે. સંસારસંચાલક, દુનિયા ડોલાવનાર, ઉન્નતિ-અવનતિનું કરનાર, સુખદુઃખ આપનાર, એક જ પ્રકારને પુરુષાર્થ છતાં એકને વિજય અને બીજાને પરાજય અપાવનાર અભુત તત્ત્વ છે કર્મ, કર્મ જૈન ધર્મનું પ્રાણભૂત તત્વ છે. સુવર્ણખાણમાં અનાદિ કાળથી સુવર્ણ ધરબાયેલું પડયું છે. એની સાથે માટીનું મિશ્રણ થયેલું છે. કેટલીકવાર સુવર્ણમાં માટીને જ ભ્રમ થાય, એટલું ગાઢ મિશ્રણ છે. એ સુવર્ણમાં મળેલી મટેડીને ગાળવાની, તપાવવાની, અલગ કરવાની–શુદ્ધિકરણની–જેમ જેમ ક્રિયાઓ થતી જાય છે, એમ એમ એ સુવર્ણ પ્રગટ થતું જાય છે; ને એ રીતે શુદ્ધિકરણ ચાલુ રહે તો એક દહાડે સો ટચના સોના રૂપે એ પ્રસિદ્ધ થાય છે, પછી એના ચલણમાં કયાંય રૂકાવટ રહેતી નથી. ૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005419
Book TitleAntray Karm Nivaran Ashtprakari Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivan Mani Sadvachan Mala Trust
Publication Year1974
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy