________________
કાવેરી
બીજો પલ વધારે ભવ્ય અને વધારે આકર્ષક લાગે છે. વળી મહેસુર સ્ટેટ રેલ્વે માટે આ નદી ઉપર યદેતર ગામ નજીક બીજા પણ કેટલાક નાના મેટા સુંદર અને દેખાવડા એવા રમણીય પૂલ બાંધવામાં આવ્યા છે. આ પૂલો નીચેથી ઉનાળામાં શાંત રીતે જળ સરી જતું લાગે છે, પણ
માસામાં એ જ સ્થળેથી રાક્ષસી પ્રવાહો ધસમસતા આગળ વધે છે. ઘણે ભાગે જુન મહિનાના મધ્ય સમયથી નદીમાં નાની મોટી રેલ આવવી શરૂ થાય છે. આ જલપ્રવાહો ઓગસ્ટના આરંભ સુધી વહેતા રહે છે. ઓક્ટોબર માસમાં પાણીનું બળ ઘટે છે અને ત્યાર પછીથી એ સ્થળે નદીમાં એટલાં ઓછાં પાણી રહે છે કે તમે પણ કદાચ પગે ચાલીને આ પારથી પેલે પાર જઈ શકે.
અહીંથી ભગવતી કાવેરી, તેની કાયાને એકાદ લાડઘેલી દીકરીની માફક હસતી હુલાવતી આગળ ઘસે છે અને એ વિશ્વવિખ્યાત “કાવેરીને જલધોધ જેની જગતમાં જેડી નથી; એનું સુંદર દશ્ય ખડું કરે છે. કાવેરીના આ જલધોધની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org