________________
પુગલ વોસિરાવવાની વિધિ
૩૭૯
વિરતિ (વ્રત પાલન) થઈ શકતું નથી, મિથ્યાત્વ હોય ત્યાં સુધી શ્રી જિનેશ્વર ભગવંતના વચન પર શ્રદ્ધા-સમ્યકત્વ થઈ શકતું નથી, અર્થાત્ મિથ્યાત્વ ગયા પછી જ સમ્યક્ત્વ આવે છે, અવિરતિ ગયા પછી વિરતિ આવે છે, કષાય ગયા પછી કેવળજ્ઞાન થાય છે અને મન-વચન-કાયાના યેગ ગયા પછી જ સિદ્ધપણું પ્રગટ થાય છે.
જ્યાં સુધી જીવ અવિરતિમાં હોય છે ત્યાં સુધી આ ભવન અને પૂર્વ ભવના પાપકર્મોને પ્રવાહ ચાલુ રહે છે, અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીએ જે જે શરીર મૂકેલાં છે, તે તે શરીરે દ્વારા થઈ રહેલાં હિંસાદિ પાપકને અશુભકર્મ બંધ (અવિરતિ હેવાથી) અહીં આ ભવમાં પણ લાગી રહ્યો છે, પણ અહિંસાદિ પુણ્યકર્મોને પુણ્યબંધ (અનુમોદના નહિ હોવાથી) થતો નથી, અવિરતિજન્ય આ પાપકર્મોને બંધ, ત્યારે જ અટકે કે જ્યારે પૂર્વના તે તે શરીરાદિ ગુગલેને સિરાવી દેવામાં આવે, તે માટે જ ભૂતકાળમાં મૂકેલા શરીરપુગલને (પાપાધિકરણોને) સિરાવી દેવા જોઈએ અને વિરતિમાં આવી જવું જોઈએ, જેથી ઘણું પાપકર્મોના બંધથી બચી જવાય. આ હેતુથી આ ક્રિયા કરાવવામાં આવે છે. જીવને કર્મબંધ કેવી રીતે લાગે છે તે અંગે શ્રી ધર્મપરીક્ષા આદિ ગ્રંથમાં આવતા પાઠે અહીં આપવામાં આવ્યા છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org