________________
૩૬૬
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ
પ૭ અશ્રદ્ધાએ જે વેગ અને ઉપધાન કરે નહિ તે સાધુ
અને શ્રાવક સૂત્ર ભણે અને નવકાર વગેરે સૂત્રો ગણે
તે અનંત સંસારીપણું થાય એમ કહેવાય છે. (૯૪૮) ૫૮ ઉપધાનમાં વિહાર ઉપવાસ કર્યો હોય તેને સાંજે
સાંજની ક્રિયામાં ફરી પચ્ચક્ખાણ કરવું જોઈએ. ઉપધાન ન હોય તો તેનું સ્મરણ કરવું પડે છે પણ
ફરી પચ્ચક્ખાણ લેવું પડે તે જાણવામાં નથી. (૭૨૫) * ૫૯ છએય ઉપધાનના નામે માલા વખતે થતી સમુદેસ
અનુજ્ઞાની ક્રિયામાં લેવાય છે. બાકી રહેલ બે ઉપધાનને ઉદ્દેસ આગળના કાલમાં કરવામાં આવે છે, તેમાં
દેષ નથી. (૭૬૬) ૬૦ ઉપધાનમાં ઉપવાસ વગેરે તપ કરવાને વારે હોય
છતાં તેવા પ્રકારના કારણથી નવિ કરાવી શકાય છે.
એટલે પાલી પલટી શકાય છે. (૭૭૬) ૬૧ અઠ્ઠાવીસું અને પાંત્રીસુ મૂલવિધિએ કરવામાં દિવસનું
ન્યુનપણું કે અધિકપણું જાણ્યું નથી. તેમજ તે બે ઉપધાનમાંથી મહાન કારણ આવી પડયું હોય, તે તપ પુરો થઈ ગયા પછી નીકળી જતાં જોવામાં આવે
છે. પરંતુ દિવસની સંખ્યા જાણવામાં નથી. (૭૮૯) ૬૨ ક્રિયા કરતાં સ્થાપનાચાર્યજી અને ક્રિયા કરનારાઓની વચ્ચે તીર્થંચ પંચેન્દ્રિય અને મનુષ્યની આડ ન પડે તેનું ધ્યાન રાખવું. આડ પડે તે ઇરિયાવહી કરવી જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org