________________
૧૨૦
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ ચંદ્ર અસ્ત થયે તે તે રાત્રીના ચાર પ્રહર અને બીજા અહોરાત્રીના આઠ પ્રહર એમ બાર પ્રહર અસક્ઝાય. અથવા ઉત્પાત એટલે રૂધિર માંસાદિના વર્ષાદ યુક્ત આખી રાત્રી ગ્રહણ રહ્યું હોય અને ગ્રહણ સહિત અસ્ત થયો હોય તે તે રાત્રી અને બીજા અહોરાત્રીના આઠ પ્રહર મળી બાર પ્રહર અસઝાય અથવા વાદળથી આકાશ ઢંકાયેલું હોય અને તેથી ખબર ન પડે કે ક્યારે ગ્રહણ થયું તેથી રાત્રીએ સ્વાધ્યાય થાય નહિ અને પ્રભાતે ગ્રસિત ચંદ્ર અસ્ત થતે દેખ્યો તેથી બીજી અહોરાત્રી અસ્વાધ્યાય. આ પ્રમાણે ચંદ્ર ગ્રહણની બાર પ્રહર ઉત્કૃષ્ટી અસઝાય થાય.
૨૦. પ્રભાતે અસ્ત કાલમાં ચંદ્રગ્રહણ થાય અને ગ્રહણદશામાં જ અસ્ત થાય તે આઠ પ્રહર અસઝાય.
૨૧. ઉદયકાલમાં સૂર્યગ્રહણ થાય તે જ પ્રમાણે અસ્ત પામે તો સોળ પ્રહર અસઝાય. એ પ્રમાણે ઉત્પાત સૂર્યગ્રહણાદિમાં પણ સોળ પ્રહર અસક્ઝાય.
૨૨. અસ્ત સમયે સૂર્યગ્રહણ થાય અને ગ્રસિત અસ્ત થાય તે બાર પ્રહર અસઝાય.
૧૬. યોગના વિશેષ બોલ ૧. એકવાર પડિલેહેલી પાટલી આગળ લીધેલા સર્વ કાલ ગ્રહણનું પયણું થાય. પછી સઝાય પઠાવતાં ફરી પાટલી પડિલેહવી જોઈએ.
૨. શેષકાલે કાંબળી ઉપર દાંડી માંડી કાલ લેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org