________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર છે! સંવત ૧૫૧ માઘ શુદિ ૧૫ આજે પ્રખ્યાત અણહિલપાટકમાંથી પહેલાં પ્રમાણે રાજાવલી-પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર શ્રી મૂલરાજદેવ, પિતાના રાજ્યના સત્યપુર મંડલનાવરણુક ગ્રામમાં વસતા સમસ્ત રાજપુરૂષ અને બ્રાહ્મણદિ સર્વ પ્રજાને શાસન કરે છે –
તમને જાહેર થાઓ કે આજે ચંદ્રગ્રહણસમયે જગતના સ્વામિ, અમ્બિકાના પવિત્ર સ્વામિ શિવની પૂજા કરીને ઉપર જણાવેલું વરણુક ગામ તેની યોગ્ય સીમા સુધી, વૃક્ષઘટા સહિત, કાઇ, તૃણ, જલુ સહિત, દશાપરાધના દંડની સત્તા સહિત, અમારા માતાપિતા અને અમારા પુણ્ય યશની વૃદ્ધિ માટે, કાન્યકુજથી આવેલા, દુર્લભાચાર્યના પુત્ર, સર્વ વિદ્યામાં નિપુણ, તનિધિ, શ્રીદીર્વાચાર્યને દાનપત્રથી પાણીના અર્થે સાથે અમેએ આપ્યું છે. આ જાણીને અમારા વંશના કે અન્ય ભાવી નૃપેએ આ અમારાં દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું. અને એ નીચે વર્ણવેલી ચાર સીમાઓ સહિત અપાયું છે-પૂર્વ ધણાર ગામઃ દક્ષિણે-ગુન્ટાફક ગામઃ પશ્ચિમે વઢ ગામઃ ઉત્તરે મેત્રવાલ ગામ:- આ ગામની સાથે ઘાઘલી ત્રીજા ભાગનું પાણી પણ અપાયું છે. અને ભગવાન વ્યાસે કહ્યું છે- ભૂમિદેનાર ૬૦૦૦૦ વર્ષ સ્વર્ગમાં વસે છે. પણ દાન હરી લેનાર અથવા હરી લેવામાં અનુમતિ દેનાર તેટલો જ કાળ નરકમાં વસે છે. આ દાન કાયસ્થ કાચનથી લખાયું હતું. દૂતક મહત્તમ શ્રી શિવરાજ હતું. શ્રી મૂલરાજના સ્વહરત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org