SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૯ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રો સંવત ૨૦૭ કાર્તિક સુ. ૭ લેખની નકલ મહને મેજર જે. ડબલ્યુ. વૉટસન—-એકટીંગ પોલીટીકલ એજન્ટ, રેવાકાંઠાતરફથી મળી હતી. આ દાન ૧૩ ઇંચ લાંબાં અને ૮ ઇંચ પહોળાં બે પતરાં ઉપર લખેલું છે. હમેશની માફક જે કડીઓથી તે એકઠાં બાંધેલાં હોય છે તે કડીઓ તથા મુદ્રા છેવાયાં છે. તે સિવાય તેમની સ્થિતિ પૂર્ણ રક્ષિત છે. તે ભાવનગર સ્ટેટમાંથી જડ્યાં હતાં. અક્ષર ઈ ઍ. વ. ૪. પાના ૧૦૬ માં ધ્રુવસેન, ૧૦ ના દાનના અક્ષરોને બહુ મળતા છે. દાન વલભીમાંથી દેવાયું છે. વંશાવળી સંબંધમાં અથવા વંશાવળી આપતા ભાગ સંબંધમાં લાં પ્રકટ કરેલા દાનમાં આવતાં પાંચ બિરૂદ અહીં પ્રવસેનને આપેલાં નથી, પણ તે પરમભટ્ટારક પરમેશ્વરને પાદાનુધ્યાત છે, એમ આપેલું છે. દાન લેનાર પુરૂષ દ્રાણાયન ગોત્રને, આથર્વણ વેદને બ્રહ્મચારી બ્રાહ્મણ સચિતિશર્મન હતે. (પતરૂં બીજું લીટી. ૩-૪). દાન લેનાર પુરૂષ ભાવનગર સ્ટેટમાં નીલકંઠના મંદિરને લીધે ઉચ્ચ ગણાતું હલનું હાથબ છે તે હસ્તકવપ્રમાં રહેત. એક ફપ અને શદ,એટલે અમુક સ્થાનની જંગલી ઉપજ, મૂળ ફળ, તૃણુ ઈત્યાદિ–એમ બે વસ્તુઓ દેવાએલી જણાય છે. આ બન્ને હરતારાવે કુદકામ આવેલાં આગળ જણાવે છે, જેને હું હસ્તક આહરણીમાં આવેલા કુwટ ગામમાં એ અર્થ કરં પસંદ કરું છું. કુકટ, ઘોઘા તાલુકામાં હાથબ થી થોડા માઈલ પર આવેલું હાલનું કૂકડ છે. છેવટે, દાનની તિથિ જે તદ્દન સ્પષ્ટ છે તે સંવત ૨૦૭ કાતિક ઇ. ૭ છે. ઈ. એ. જે. ૫ પા. ૨૦૪, છે બુલર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005412
Book TitleGujarat na Aetihasik Lekho Part 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy