________________
નં ૯૩
ધરસેન ૪ થાનાં તામ્રપા
સં. ૩૩૦ દ્વિ, માર્ગશીર્ષ સુ. ૨
ડા. જે. ખરજેસની કૃપાથી મને મળેલા ઉલટા ફ્રાટેાઝીન્કોગ્રાફ ઉપરથી ધરસેન ૪ થાના આ નવા તામ્રપત્રનું અક્ષરાન્તર કરેલું છે. ડા. ખરજેસે જણાવ્યા મુજબ મૂળ પતરાંએ ગયા વર્ષ( ૧૮૮૫ ઈ. સ. )માં ખેડા જીલ્લામાંથી મળેલાં છે. તે સાધારણ રીતે સુરક્ષિત છે અને ખીજા પતરાના ઘેાડા અક્ષરે અસ્પષ્ટ છે. તેની લંબાઈ પહેાળાઈ આશરે ૧૨ ઇંચ×૧૦′ ઇંચ છે. પહેલા પતરામાં ૨૮ પંક્તિ છે. અને ખીજામાં ૨૯ પંક્તિ છે, જેમાંની છેલ્લી એને ‘સ્વહસ્તા-મમ’ ની જગ્યા કરવા જરા સંકડાવી છે. ઈ. એ. વેા. ૧ પા.૧૪ મે તથા વા. ૭ પા. ૭૩ મે પ્રસિદ્ધ થયેલાં ધરસેન ૪ થાનાં તામ્રપત્રાના અક્ષરને મળતા જ આમાં અક્ષર છે. લેખની ઈમારત સારી છે. કેટલાક લેખન દાષા છે તેમ જ અક્ષરામાં ફેર છે. વંશાવિલમાં ખાસ કાંઇ નવીન નથી, પણ લેખમાં કેટલાક ઉપયેગી મુદ્દાઓ છે.
*
વે. છ પા. ૯૩ મે અને વે. ૧૦ પા. ૨૭૮ મે આપેલાં ખીજાં દાનપત્રોની માફ્ક આ દાન પણ ભરૂકચ્છ( ભરૂચ )માં વિજય ( યાત્રા )ના મુકામ હતા ત્યાંથી અપાએલ છે. ધરસેન ૪ થા તે વખ્ત વિજયયાત્રાએ તે માજી ગયેા હાય કે માત્ર પેાતાના પ્રદેશમાંથી પસાર થતાં ત્યાં રહ્યો હાય, પણ તે ઉપરથી એટલું તે પુરવાર થઇ શકે કે નર્મદા નદી પર્યંતને ભરૂચ જીલ્લાના ભાગ વલભીના રાજ્ય નીચે હાવા જોઇએ.
પં.૪૧-૪૨ માં આપેલ છે કે દાન લેનાર બ્રાહ્મણ અદ્ઘિતિશર્મનૂ બ્રાહ્મણુ ભવીનાગના પુત્ર પરાશર ગેાત્રના અને વાજસનેયી શાખાના હતા. ઉર્દુમ્બરગન્હેર ઈંડીને આવેલા અને ખેડામાં રહેતા ઉર્દુમ્બરગર્હર ચાતુર્વેદી પૈકીના તે હતેા. ઉદુમ્બરગન્હેર સ્થળના નામ તરીકે કોિયું નથી, પણ હાલ ઉમર( ઉદુમ્મરનું અપભ્રંશ)ની સાથે સમાસવાળાં ઘણાં ગામનાં નામ મળી આવે છે તેથી તે મુજબ ઉદુમ્બરગહુર પણુ ગામનું નામ હુશે, એમ હું અનુમાન કરૂ છઉં. ખેડા પંચમહાલ અને અમદાવાદ જીલ્લામાં અત્યારે રહેતા ઉન્નુમ્બર બ્રાહ્મણે। આ ઉદુમ્બરગહૅર ચાતુર્વેદીના વંશજ હાવા જોઇએ.
માલતીમાધવમાં ભવભૂતિએ પેાતાને ઉદુમ્મર બ્રાહ્મણ અને વિદર્ભ અથવા ખરારના રહેવાસી તરીકે વર્ણવ્યે છે . તેથી ઉર્દુમ્બરગહૅરનું પ્રાચીનત્વ સિદ્ધ થાય છે,
Jain Education International
દાનમાં અપાએલી વસ્તુનું વર્ણન પં. ૪૩ થી ૫૦ માં છે. અદિતિશર્મને એ ખેતરા અને ભૃષ્ટી દાનમાં આપેલાં છે. ખેટક ( ખેડા ) જીલ્લામાં કાલંબમાં ખેડાના માપ અનુસાર એ ટ્ટીપિટુક સાળ વાવી શકાય તેવ ું વડ્ડસે માલિકા ગામના અગ્નિપાદરમાં એક ખેતર આપેલું, જેની સીમા નીચે મુજબ છે. પૂર્વે સીહમુહિજ્જ ગ્રામની સીમ, દક્ષિણે વિશ્વપલ્લિ ગામની સીમ, પશ્ચિમે શમીકેદાર ખેતર ટ્રાણુની માલીકીનું અને ઉત્તરમાં ખડકેદારી મહેશ્વરની માલીકીનું ખેતર છે. ટ્રીમ્નેમેટ્રીકલ સર્વેના નકશામાં જોતાં મહમુદામાઢની પૂર્વે હાલનું વંટવાથી તે વહુસેામાલિકા હાવું જોઇએ. તેની અગ્નિખૂણાની સીમની પૂર્વમાં સીહુઞ્જ અથવા સુબ્જ નામનું મેટું ગામડું છે તે સ્પષ્ટરીતે સીહ મુહિજ હાવું જોઇએ. વટવાલીની અગ્નિગુાની સીમની ખરાબર દક્ષિણે વન્સેાલ નામનું ગામડું છે, જે વિશ્વપલ્લિને મળતું આવે છે. આ પ્રમાણે ગામા નિશ્ચિત કરીએ તે કાલમ્બ તે મહમુદાબાદ તાલુકાના અમુક ભાગ હાવા જોઇએ.
* ઈ. એ. વા. ૧૫ પા. ૩૩૫ ડો. જી. ખુલર,
For Personal & Private Use Only
www.jainelibrary.org