________________
નં. ૬૩ ધ્રુવસેન ૨ જાનાં તામ્રપત્રો
સંવત ૩૧૦ આશ્વિન વદિ પર ધ્રુવસેન ૨ જાનું દાનપત્ર દરેક ૧૦ ઇંચx૧૨ ઇંચ માપનાં બે પતરાંઓ ઉપર લખેલું છે. કડીઓ અને મદ્રા તેનાં એગ્ય સ્થાને છે. અત્યારે પતરાંઓ ઘણાં જ પાતળાં થઈ ગયાં છે, અને કઈ કઈ જગ્યાએ ન્હાનાં કાણું પડ્યાં છે. કાટને લીધે સપાટી બહુ ખરાબ થઈ ગઈ હોવાથી, શેધનારે ઉપરનાં પડ ભાંગી નાખ્યાં હોય એવું જણાય છે. સુભાગ્યે નકકર ત્રાંબાને છેડો ભાગ મધ્યમાં રહી ગયો હતો. જેમાં અક્ષરના લીટા દેખાય છે. છતાં જ્યારે મને પતરાંઓ મળ્યાં ત્યારે આખું દાનપત્ર ઉકેલી શકીશ કે નહિ તે વિષે મને શંકા હતી. પરંતુ જ્યારે નજરે પડી શતા બધા લીટાઓ ધોળા રંગથી પૂરી દીધા ત્યારે મને અતિ આનંદ સાથે માલુમ પડ્યું કે, એકાદ પંકિત જે બીજાં પ્રસિદ્ધ થયેલાં પતરાંઓની મદદથી સહેલાઈથી જાણી શકાશે. તે સિવાય આખું દાનપત્ર વાંચી શકાય તેવું હતું.
આ દાનપત્ર વલભીમાં લખાયું છે. વંશાવળીમાં કંઈ નવીન જાણવા જેવું નથી. પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે, ધ્રુવસેન ૨ જો, જેને બાલાદિત્ય
કહેવામાં આવે છે. તે ૬ મહારાજ નો ઈહિકામ ધારણ કરતા નથી, તથા તેના પહેલાં થઈ ગયેલામાંથી કોઈને “ ” “ પ્રતાપી ? સિવાય બીજું વિશેષણ આપ્યું નથી. આ ભૂલ કદાચ અકસ્માત હોય. પરંતુ હિંદુસ્તાનના રાજાઓનું શબ્દાડંબરપણું જોતાં આ બાબત શંકાસ્પદ છે. અને છેવટે જે એમ માલુમ પડી આવે કે ધ્રુવસેન ૨ જાને પિતાની મહત્તા વિષે મૌન રહેવાનાં સબળ કારણે હતાં, તે તે નવાઈ જેવું નહિ લાગે.
આ દાન ગેહકે બંધાવેલા વિહારમાં વસતા ભિક્ષુસંઘને આપ્યું છે. આ વિહાર રાજકુમારી દડાએ વલભીમાં બંધાવેલા વિહારની સીમામાં આવેલ છે.
દુહા અને તેના વિહાર વિષે ધ્રુવસેન ૧ તથા ગુહુસેનના શાસનમાંથી જાણવામાં આવે છે. આંહિ જો તેને “રાઝી” “રાણ” કહેવામાં આવી હોય તે, હું ધારું છું કે લેખકને હેતુ તે “રાજાને પરણેલી હતી એ નહિ પણ “ રાજકુટુંબની હતી ? એવું બતાવવાને હશે. કારણ કે પ્રવસેન ૧ લે તેને ૮૮ મારી બેનની પુત્રી ” કહે છે. વર્માવતરુન્નિવિષ્ટ એટલે “વલભીની પિતાને સપાટી ઉપર બેઠેલે ” એ શબ્દનો ચોકકસ અર્થ હું કરી શકતો નથી. તેને અર્થ મેં કર્યો છે તેમ, વલભીમાં આવેલો એટલે ચાર દિવાલની વચ્ચે ” એવો થાય. પણ કદાચ “સ્વત” સમાસનો કંઈ પારિભાષિક અર્થ હોય.
આ દાનનો હેતુ ધ્રુવસેન ૨ જાના પહેલાના દાનમાં આપે છે તે જ છે.
સરાષ્ટ્રમાં કાલાપક પથમાં સંત નામનું ગામડું દાનમાં આપ્યું છે. સેરઠના એક પેટા ભાગનું નામ કાલાપક પથ હોવું જોઈએ. ‘સુરાષ્ટ્ર” વિશે ધ્યાનમાં રાખવાનું એ છે કે આ શબ્દ હમેશાં બહુવચનમાં વાપરવામાં આવે છે, જેમ કે કુરાZIઃ અને તેથી વંવાટા, ફિર ની માફક તેને અર્થ પણ સુરાષ્ટ્ર દેશમાં વસતા લોકો એવું થાય છે. સેરઠ કદાચ કુરાને અપભ્રંશ નહિ, પણ સોરાષ્ટ્રમ( મંડલમ ) હશે. કારણ કે, તદ્ધિત પ્રત્યય લગાડવાથી બનેલે સંસ્કૃત ૌ નિયમિત રીતે પ્રાકૃત સો થી બતાવાય છે. કાઠિયાવાડના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર રાવ સાહેબ ગોપાલજી એસ. દેસાઈ સૂચવે છે કે, ભાસંત એ સેરઠ પ્રાંતમાં જૂનાગઢના નવાબના તાબાનું હાલનું ભેસાણ ગામ હશે.'
સૌરાષ્ટ્રના, વલભી રાજાઓ સાથેના સંબંધ વિષે હિવેનસેંગ પણ કહે છે કે “આ દેશ વલભી રાજ્યના તાબામાં છે.” તારીખમાં, વર્ષ સંવત ૩૧૦ અને માસ આશ્વયુજે આપેલાં છે. દિવસ, “બહ૫, એટલે બહ (લપક્ષ), વદ ૫,” અથવા “બ ૧૫, વદ ૧૫” વંચાય છે. કારણ આ પતરાં પર ‘દ ' અને ૧૦ ની નિશાની બહ મળતી આવે છે.
*ઈ. એ. . ૬ પા. ૧૨-૧૩ જી બ્યુહર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org