________________
શ્રી શત્રુંજ્ય સૌરભ વસ્તુપાળે શ્રી શત્રુંજયનાં પગથિયાં–પાગ બંધાવ્યાનો શિલાલેખ લાખાડીની દીવાલે છે. શત્રુંજય ઉપર શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથનાં ભવ્ય ચે તથા ઈંદ્રમંડ૫ બંધાવ્યાને ઉલેખ છે.
તેજપાળે શ્રી નંદીશ્વર દ્વીપની રચના કરાવી હતી. શ્રી આદિનાથના મુખ્ય મંદિરની બંને બાજુ શ્રી મંદિરસ્વામીનું તથા નવા આદીશ્વરનું જિનાલય છે, તે મૂળ વસ્તુપાળ-તેજપાળે બંધાવ્યાનું કહેવાય છે.
કહેવાય છે કે–શ્રી વસ્તુપાળ તેજપાળે શ્રી શત્રુંજયની બાર વખત યાત્રા કરી હતી. સં. ૧૨૯૬માં વસ્તુપાળે અંતિમ જીવન સિદ્ધાચળની છાયામાં વિતાવવાની ઈચ્છા દર્શાવી અને તેરમી વખત યાત્રાએ નીકળ્યા પણ અંકેવાળીયા પાસે દેહમુક્ત થયા. પરંતુ તેમના શબને અગ્નિસંસ્કાર શત્રુંજયની છાયામાં કરવામાં આવ્યું હતું.
આબુ, શત્રુંજય અને ગિરનારનાં મંદિર બંધાવવામાં તેમણે ૪૪ કરોડ અને ૩૬ લાખ જેટલું દ્રવ્ય ખરચ્યું હતું.
ધન્ય એ બંધવબેલડી !
મંત્રીશ્વરની પ્રતિજ્ઞા મહારાજા કુમારપાળે પોતાના મંત્રી ઉદયનને સૌરાષ્ટ્રના એક માંડલિકને જીતવા માટે મેકલ્યા. વઢવાણ શહેરની પાસે આવ્યા ત્યારે પાસે જ આવેલા શ્રી શત્રુંજયગિરિની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org