________________
શ્રી શત્રુંજ્ય સૌરભ એવા હે શિવાદેવીના પુત્ર નેમીનાથ પ્રભુ! તમે જયવંતા વર્તે. ૧.
હે કૃપાળુ સ્વામી શ્રીનેમિ પ્રભુ! અજ્ઞાનમાં ડૂબી ગયેલા અને સંસારથી ઉદ્વેગ પામેલા એવા મને તમારા સ્વાભાવિક આત્મ તેજ વડે ઉદ્ધરે. (ઉદ્ધાર કરો) ૨.
હે દેવ! જે રાગાદિક શત્રુઓને તમે પૂર્વે જીતી લીધા છે, તેઓ જ તમારી સાથેના વિરોધને લીધે તમારે શરણે રહેલા એવા મને પીડા કરે છે. ૩.
આ લેકના સર્વ પદાર્થોને વિષે સામાન્ય એવી ઉદાસીનતાને આશ્રય કરીને જો તમે મારા ઉપર પણ ઉપેક્ષા (ઉદાસીનતા) રાખશે, તે પછી તમારૂં (મારા ઉપર) સુસ્વામીપણું શી રીતે મનાશે? ૪.
હે સ્વામી! જ્યાં સુધી તમારા સંબંધી ચિન્મય તેજ પ્રાણીઓનાં અન્તઃકરણમાં હર્ષને માટે ઉદય પામતું નથી, ત્યાંસુધી જ પ્રાણીઓના ચિત્તમાં મેહાંધકાર સ્ફર્યા કરે છે. ૫.
હે પ્રભુ! આ સંસાર સાગરમાં મોહરૂપ આવર્તમાં પડેલે હું ક્યારે માત્ર તમારા ધ્યાનરૂપ યાનપાત્ર (વહાણ)ને આશ્રય કરીશ? ૬.
અહો ! મારૂં ચિત્ત સદા કદાગ્રહને કરનારું તથા મદે કરીને ઉદ્ધત છે, માટે તે વિશ્વનાથ! તમે એવી રીતે પ્રસન્ન થાઓ. કે જેથી હવે કઈપણ વખત તેવી રીતે સદાય નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org