SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ આદિ અંત નહિ જેહને, કેઈ કાલે ન વિલાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, શાશ્વતગિરિ કહેવાય. ભદ્ર ભલા જે ગિરિવરે, આવ્યા હોય અપાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, નામ સુભદ્ર સંભાર. વીર્ય વધે શુભ સાધુને, પામી તીરથ ભક્તિ; તે તીર્થેશ્વર પ્રણમિયે, નામે જે દઢશક્તિ. શિવગતિ સાધે જે ગિરિ, તે માટે અભિધાન; તે તીર્થેશ્વર પ્રણમિયે, મુકિતનિલય ગુણખાણ. ચંદ્ર સૂરજ સમકિત ધરા, સેવ કરે શુભચિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, પુષ્પદંત વિદિત. ભિન્ન રહે ભવજલ થકી, જે ગિરિ લહે નિવાસ; તે તીર્થેશ્વર પ્રણમિયે, મહાપ સુવિલાસ. ભૂમિધરી જે ગિરિવરે, ઉદધિ ન લેપે લીહ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પૃથિવીપીઠ અનીહ, મંગલ સવિ મલવાતણું, પીઠ એહ અભિરામ; તે તીર્થેશ્વર પ્રણમિએ, ભદ્રપીઠ જસ નામ. મૂલ જસ પાતાલમેં, રત્નમય મહાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, પાતાલમૂલ વિચાર. કર્મક્ષય જિહાં, હાય સિદ્ધ સુખ-કેલ; તે તીર્થેશ્વર પ્રણમિયે, અકર્મક મન મેલ. કામિત સવિ પૂરણ હૈયે, જેહનું દરિસણ પામ; તે તીર્થેધર પ્રમિયે, સર્વ કામ મન ઠામ. ૧૦૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy