________________
શ્રી શત્રુંજ્ય સૌરભ તિષના ઈન્દ્રો, ચન્દ્ર અને સૂર્ય તથા બીજા ખેચરો (ગ્રહ, નક્ષત્ર, તારાઓ અથવા વિદ્યાધરો ) પણ જેની નિત્ય સેવા કરે છે, તે તીર્થરાજને નમસ્કાર હો. ૬.
મનુષ્ય લેકમાં રહેલા વાસુદેવે અને ચકવર્તીઓ પણ જેને સદા સેવે છે, તે તીર્થરાજને નમસ્કાર હો. ૭.
ઈન્દ્ર તથા ઉપેન્દ્ર વિગેરે અને સર્વ વિદ્યાધરોના અધીશ્વરો જેની નિત્ય સેવા કરે છે, તે તીર્થરાજને નમસ્કાર છે. ૮.
ગ્રેવેયક તથા અનુત્તર વિમાનવાસી દેવતાએ મનવડે. જેની નિત્ય સેવા કરે છે, તે તીર્થરાજને નમસ્કાર હે. ૯.
આ પ્રમાણે ત્રણ લેકમાં રહેલા નાગકુમાર (ભુવનપતિ ને વ્યંતર), મનુષ્ય અને દેવતાઓ ( તિષિ ને વિમાનિક) ત્રણ પ્રકારે (મન, વચન, કાયાવડે) જેની નિરંતર સેવા કરે છે, એ તીર્થરાજને નમસ્કાર હે. ૧૦.
જે તીર્થ અનંત, અક્ષય, નિત્ય, અનંત ફળદાતા અને અનાદિ કાળનું છે, એ તીર્થને નમસ્કાર હે. ૧૧.
જ્યાં અનન્ત તીર્થકરો સિદ્ધિપદને પામ્યા છે, તથા બીજા પણ અનન્ત તીર્થકરો સિદ્ધિપદને પામવાના છે. તેમજ જે મુક્તિનું કીડાગૃહ છે, તે તીર્થરાજને નમસકાર હે. ૧૨.
જે મનુષ્ય આ પુંડરીકગિરિની સ્તુતિને પિતાને સ્થાનમાં રહીને પણ નિરંતર પાઠ કરે છે, તે તેની યાત્રાનું ઉત્તમ ફળ પામે છે. ૧૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org